આસ્થા-અનાસ્થા – A Gujarati Poetry

Written by Swati Joshi

February 6, 2019

આસ્થા-અનાસ્થા ઉદગમે-શમે,

મનુજને તો તર્ક સૌ વિવાદવા ગમે!

પ્રબળ, વિરલ, અચળ, અકળ

પળમાં વિયત, પળમાં ભૂતળ

ભર્યા નિઘંટુ રૂપનાં મુજ, તને જે ગમે

મનુજને તો તર્ક સૌ…

અહમનું જ પ્રક્ષેપણ ને, અહમનું પ્રત્યાગમન

મનુજના વિચારોમાં “સ્વ” નું આવાગમન

ભાસ શું, નિદિધ્યાસ માં પણ “હું-પણું” રમે

મનુજને તો તર્ક સૌ…

અવનતિ ને દૂર્ગતિ, “હું” ની ફલશ્રુતિ

આસ્થા વિલયમતિ, અનાસ્થા પ્રલયગતિ

મનુજ આ પ્રવર્તનની વચ્ચે ભમે

મનુજને તો તર્ક સૌ વિવાદવા ગમે!

* વિયત=sky, ભૂતળ=land, નિઘંટુ=dictionary,

પ્રક્ષેપણ= transmission

નિદિધ્યાસ= state of deep meditation,

વિલયમતિ=dissolving,

પ્રલયગતિ= leading to destruction, પ્રવર્તન= rotation

મનુજ= મનુષ્ય, પ્રત્યાગમન= reflection

RECOMMENDED BOOKS

Advertisement

માણસ તર્કના સહારે, ઈશ્વરને તેમજ સ્વયંને અનુકુળતા મુજબ આંકતો રહી, શંકા-કુશંકાઓનાં વમળમાં ફર્યા કરે છે. સમર્પણ ન કરો ત્યાં સુધી જીવનની ગતિ આ જ રહે છે.

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap