ઊઘડી સવાર ને ચમકી છે આશા.
ઝરતાં એ ઘનબિંદુ મધ્યમ રવ મર્મર
પૃથ્વી પર વેરતો અમૃતબિંદુ મધુકર
આકાશી સાગરના ધસતા કિનારા
ઊંચેરા વધતાં એ વાદળી મિનારા
કિરણોથી વધતી રતુમડી શી આશા
કહેતી આ મુજને પોકારી આકાંક્ષા
ઘટતાં જતાં હવે નિશીના ઓછાયા
વધતાં જતાં ધીમે સ્વર્ણિમ પડછાયા
સોનેરી કળીઓમાં જીવન એ નાનું શુ
સાંજે એ કરમાશે કેમ કરી માનું હું?
સાંજને શું કરવી જીવો સવાર નિર્ભય
ના બન્યું, ના બનશે જીવન કદી પરાજય
કહી રહી છે આ જ વાત સૈંકડો એ ભાષા
ઊઘડી સવાર ને ચમકી છે આશા.
Wonderful and positive words.
Thank you!
આકાન્ક્ષા-સરસ. સાન્જ ને શું કરવી જીવો સવાર નિર્ભય-👌👌👌
Thank you!
નિર્ભય હોય એ જ જીવી શકે, બાકીનાં તો ક્રમ પૂરો થવા સુધી સમય પસાર કરે… સાચું ને?