અંત્યો – A Gujarati Poetry

Written by Swati Joshi

February 6, 2019

મુજ જીવનનાં બે અંત્યો; જે દેતાં મુજને સાદ,

એક વર્ષોથી મરુભૂમિ ને એક નર્યો વરસાદ.

એક નિરંતર તરસાવે ને-

એક ભીંઝવે સતત;

તરસને હું પી જાણું કે,

બૂંદને ઝીલું ઝટ?

ભાગ્યવિધાતા દોરતો મુજને, વાત ના મારે હાથ.

મુજ જીવનનાં બે અંત્યો…

એક તો મુજથી દૂર કદી ના-

એકની ના હું પાસ;

એક ધબકતું હ્રદય ગણું તો,

એક ચાલતો શ્વાસ.

કઈ બાંધું,કઈ છોડું? — ઉક્લે ના આ ગાંઠ!

મુજ જીવનનાં બે અંત્યો…

રોજ ધરીને રૂપ અનોખા –

નીપજાવું સંગાથ;

એકની હું વગડાની રેણુ,

બીજાની અબ્ધિ અગાધ.

જીવાદોરીનાં બંને છેડાં- કેમ રે છોડું સાથ?

મુજ જીવનનાં બે અંત્યો…

*અબ્ધિ = સમુદ્ર, જળરાશી
જીવનમાં ક્યારેક કોઈ એક ચોક્કસ પસંદગી કરવા માટે અવકાશ ન દેખાતો હોય ત્યારે, ભાગ્ય દ્વારા નિર્મિત સંબંધો તેમજ ઋણાનુબંધ જેમ મળ્યા હોય તેમ જ સ્વીકારીને સહજ રીતે જીવી જવાનું હોય છે.

Related Articles

અધુરપનો હિસ્સો તું! – Gujarati Poetry

અધુરપનો હિસ્સો તું! – Gujarati Poetry

ડૉ. રાહી માસૂમ રઝાએ કહ્યું છે, “कहीं शबनम के शगूफ़े कहीं अंगारों के फूल; आके देखो मेरी यादों के जहां कैसे हैं।” જાણ્યે-અજાણ્યે પણ...
સાચું સુખ – Gujarati Poetry

સાચું સુખ – Gujarati Poetry

જો જગતની બધી ધન-દોલત, સુખ-સુવિધાઓ એક તરફ અને પરિવારજનો તેમજ મિત્રો બીજી તરફ એમ ત્રાજવે તોળવાનાં...
DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap