કુદરતમાં કદાચ મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની મર્યાદાઓ અને શક્તિઓ બંને અસીમ છે. આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ...


વ્યક્તિમાં સ્વીકારભાવ બહોળો હોય તે એક ઉમદા ગુણ છે પરંતુ, જેમ દરેક સીક્કાની બે બાજુઓ હોય તેમ અહીં પણ જેટલી સ્વીકાર કરવાની કાબેલિયત વધુ તેટલી, અવાંછિત અનુભવોનો સામનો થવાની શક્યતા વધુ! આ મોટા મનનાં વિરલાઓએ પોતાનાં સ્વભાવ, સંસ્કાર અને વર્ષોમાં અર્જિત અનુભવસિદ્ધ સિદ્ધાંતોને સાથે લઈને સતત ટીપાતાં, કુટાતાં, લડતા, ઘવાતા, હારતા, જીતતા તેમજ એક વણમાગ્યો અજંપો સાથે લઈને જીવવાની તૈયારી રાખવી જ રહી… ક્યાં સુધી?? કે જ્યાં સુધી પોતાની જાતને તેમજ બીજા લોકોને એ જેવા છે તેવા જ સ્વીકારી ન લઈએ ત્યાં સુધી!

Feminism has been the biggest hoax of the century! Nature has made males and females to represent the body and the soul respectively. But, if feminism is about liberation and equal rights then the whole society including males and females must be considerate about it. It has nothing to do with who’s stronger or who’s worth dominating. Writer has expressed here his take on what he thinks about the idea of FEMINISM!

નશા અને પ્રેમમાં એક સ્તરથી ઉપર જઈએ ત્યારે વ્યવહારનાં કોઈ ફિલ્ટર્સ રહેતા નથી તેવું જ ભગવાન વિશેની મનુષ્યની લાગણીઓનું છે. ભગવાન નામનાં વિચારથી સહેમત હોઈએ તો આ જ ભાવ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય અને એ વિચારથી અસહેમત હોઈએ તો એ બને નાસ્તિકતા! છતાં, લાગણીની ઉત્કટતા બંનેમાં સમાન જ રહે છે. અહીં એક નાસ્તિકે મિત્રભાવે પોતાની લાગણીઓ ઠાલવી છે. ભગવાને તો સાંભળી લીધી, તમને સ્પર્શી કે નહીં?

સપના અને સ્ત્રીઓનું લગભગ સરખું- રહસ્યમય છતાં એટલા આકર્ષક કે જોવાનું – મળવાનું મન થયા કરે!! મનની ઈચ્છાઓ, તૃષ્ણાઓ કે આકાંક્ષાઓનો અરીસો એટલે સપના! પણ, સપના એટલે પરપોટા… ઉદ્ભવે, રંગબેરંગી લાગણીઓની છબી ઉપસાવે અને ક્ષણમાં જ ફટ્ટ કરતા ફૂટી પણ જાય, જીવનને આ એક જ ઘટનામાં વ્યક્ત કરી જતા આ સપના જોઈ, યાદ રાખી અને તેને વ્યક્ત કરવાની વિશેષ બક્ષિશ કુદરતે આપણને આપી છે… તો, ચાલો માણીએ એક અનોખી દુનિયાની સૈર કરાવતું આ એક ઔર સુંદર સપનું!!