લગ્નનો આશય બંને પક્ષ પરસ્પર સમૃદ્ધ થાય અને બંને વ્યક્તિ તેમજ પરિવારો સંયુક્ત રીતે સંવર્ધિત થાય એવો હોય ત્યાં, અપેક્ષાઓ આપોઆપ ઓગળી જતી હોય છે. આપણા સમાજમાં આ વિચારસરણી ભલે એટલી પ્રચલિત ન હોય છતાં, ઘણાં પરિવારોમાં પ્રવર્તે છે અને સકારાત્મકતામાં પરિણમે પણ છે. જે સમાજ માટે ભવિષ્યનાં બદલાવનો ઈશારો છે. લોકો આ દિશામાં વિચારતા થશે અને એક દિવસ દરેક ઘરની દીકરી રશ્મિ જેટલી સદ્ભાગી બનશે.. ખરું ને?


આપણે ત્યાં સામાજિક માળખામાં માતા-પિતા અને બાળકો એકબીજાનાં જીવનનો ભાગ હોવાને બદલે જવાબદારી ગણીએ છીએ ત્યાં સુધી આપણે માલિકીભાવ અનુભવવાનું ચુકીશું કે છોડી શકીશું નહીં જ. અને જ્યાં માલિકીભાવ છે ત્યાં સંમતિ જરૂરી બની જાય છે, ખરું ને? વાર્તા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી પ્રોત્સાહિત ચોક્કસ કરશો.

કવિતા એ કોઈ ઉજવણી નથી. એ કોઈ પણ સંવેદનશીલ મનુષ્યની આંતરિક હાલતનો અરીસો છે. તેનાં મનની છબીની વિશ્વ સમક્ષ નિર્ભેળ પ્રસ્તુતિ છે. હા, એ એક ઉચ્ચ કક્ષાની કળા હોવાને નાતે દરેકને સાધ્ય નથી. પરંતુ, તેને પામવા, માણવા કે ગ્રહણ કરવાની ક્ષમતા દરેક ભાવક ચોક્કસ ધરાવે છે. કવિતા મનુષ્ય ખરેખર જે વિચારવા ઈચ્છે છે, એ વિચારી શકવાનો પરવાનો છે!

પોતાનાં કે બાળકનાં ભવિષ્યની ચિંતા કરી સંપત્તિ અર્જિત કરી, સંગ્રહ કરતી વખતે આપણે મોટેભાગે ભૂલી જઈએ છીએ કે સ્વાસ્થ્યથી વિશેષ કોઈ જ સંપત્તિ નથી. ભવિષ્યમાં દવાઓ આપણો ખોરાક બને તે પહેલા સાચો ખોરાક આપણા માટે દવાનું કામ કરે એ જરૂરી છે. સારો ખોરાક, સારી ટેવો, સારી સોબત, સારા વિચાર અને સરસ ઊંઘ બસ આ જ તો છે સ્વસ્થ જીવનનાં પગથિયાં!

જૂની કહેવત છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા' તો, આ નર્યા એટલે કે સાજા-નરવા રહેવા માટેની મૂળભૂત જરૂરિયાત છે ખોરાક. અને એ પણ માત્ર ખોરાક નહીં પરંતુ પોષણક્ષમ ખોરાક! આપણે જે ખાઈએ છીએ એ આપણા સ્વભાવ, આચાર-વિચાર માં પ્રસ્તુત થાય છે. ભારત એક વિશાળ દેશ તરીકે પોષણના મામલે ક્યાં છે તેની ખુબ સચોટ માહિતી સાથે, કારણોની પણ ખુબ સ્વસ્થ રીતે છણાવટ કરતો આ લેખ વાંચીએ... આ જ મુદ્દે આંકડાઓમાં રસ પડતો હોય તો, ભારતનાં પોષણ-કુપોષણ સંબધિત રીપોર્ટસ આવું કંઇક કહે છે.