ગળતી ચંદ્રની ધાર! – A Gujarati Poetry

3.8
(16)
ચંદ્રની ગળતી ધારની માફક જીવન રોજ થોડું ટૂંકાઈ રહ્યું હોય ત્યારે પરમાત્મા સુધી પેલે પાર પહોંચવાની ઉતાવળ સ્વાભાવિક છે. પણ, ત્યાં પહોંચવા માટે આપણે માટે નિર્મિત છતાં આપણે જાતે પસંદ કરેલ માર્ગ પરથી ચાલવું એ પૂર્વશરત છે. સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી.

Written by - Swati Joshi

જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર,

કાપવો મારગ કેમે, મારે જાવાનું પેલે પાર!

તપતાં દા’ડે સો સંગી-સાથી;

ઊગતાં સૂરજનાં સૌ સંગાથી,

ઉજળાં દિનનો ભાગિયો હર કોઈ,

પણ ન વહેંચે કોઈ અંધારું લગાર.

જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…

પથની પસંદગી મારી ખોટી ઠરી;

વગડે ચાલી હું છોડી મારગ ધોરી,

ઝીણેરી જ્યોત સંગ રાખી છે ‘સાચ’ ની,

હૈયે ઝળહળતો હામ નો અંગાર.

જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…

વણદેખ્યો રસ્તો ને ઘેરી થતી રાત રે;

સપનાની ગાંસલડી ઝાલી છે હાથ રે,

ભાંગેલ-તૂટેલ તોય મારે તો સોનાની,

એવી વાંછનાનો સંગે છે ભાર.

જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…

કેમે કરું કે પગ આ વાયુથી વાતો કરે?

છે કોઈ આવે જે બોજો આ હળવો કરે?

માંહ્યલો પોકાર્યો કે, ‘હુંપદ’ ને હારી દે,

‘મમત’ સર્વ મિથ્યા, અબઘડી ઓવારી દે,

હાશ! હવે હળવીફૂલ થઇ ગઈ મોઝાર.

છો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર,

ચાલ્યા કરું હળવે, મારે જાવાનું પેલે પાર!

મોઝાર = inside, મમત = ego, ઓવારી દેવું = forgo, હુંપદ = egotism વાંછના = desire

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

Best Sellers in Kindle Store

ACI_KindleStore._SS300_SCLZZZZZZZ_

Older Stories

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

2 Comments

 1. આન્તરમનની ઝંખના ..બે અંતિમ સ્થિતિ વચ્ચે દ્વન્દ્વનો અનુભવ..ટૂંકા જીવનમાં પરમતત્વને પામવાનો તલસાટ… આ અપ્રતિમ કાવ્યાનુભૂતિ …આ બધું મળીને કહું તો…ખૂબ ખૂબ સુંદર… અભિનંદન👌👌👌

  Reply
  • આપના તરફથી આ પ્રકારનો પ્રતિભાવ એ મારે માટે પુરસ્કારથી વિશેષ છે.

   આશીર્વાદ બદલ ખુબ ખુબ અભાર!

   Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *