એક નાસ્તિકની આસ્તિકી – Gujarati Poetry | Rashmin Mehta

ek-nastik-ni-astiki-poetry-swatisjournal

નશા અને પ્રેમમાં એક સ્તરથી ઉપર જઈએ ત્યારે વ્યવહારનાં કોઈ ફિલ્ટર્સ રહેતા નથી તેવું જ ભગવાન વિશેની મનુષ્યની લાગણીઓનું છે. ભગવાન નામનાં વિચારથી સહેમત હોઈએ તો આ જ ભાવ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય અને એ વિચારથી અસહેમત હોઈએ તો એ બને નાસ્તિકતા! છતાં, લાગણીની ઉત્કટતા બંનેમાં સમાન જ રહે છે. અહીં એક નાસ્તિકે મિત્રભાવે પોતાની લાગણીઓ ઠાલવી છે. ભગવાને તો સાંભળી લીધી, તમને સ્પર્શી કે નહીં?

હાય ડીઅર !

તું પરમ કૃપાળુ દીનદયાળુ દીનાનાથ કે જે હોય તે,

તારી કૃપા તું આમ આટલી ન વરસાવ, થોડું અમારું સ્વમાન સચવાય એટલું દુઃખ તો આપ…

ઘડીક જપ તું ભઈલા, બેસ મારી સાથે, વાત કર, પછી જે કરવું હોય એ કર.

આપવું હોય તો આપ, પણ સાથે લેતાં પણ શીખ ભોળા !

આપી આપીને અમને આમ ન બગાડ…

થોડો અમારા જેવો થા તો તને પણ થશે કે, સાલું ભગવાન કરતાં માણસ બનવામાં માલ છે!

બાકી તો તું આમ ને આમ ખાલી છિદ્રાળુ પાત્રો ક્યાં સુધી ભર્યા કરશે અમ ભિક્ષુકોના દોસ્ત ?

અમે તો આવ્યા એમ જ જશું ખાલી હાથ – તારે દ્વાર…

તું ક્યાં જશે યાર ?

લિખિતંગ તારો નપાવટ,

– “માણસ”

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. Khub saras…! OMG no Kanji
      Nastik ante to Astik thayelo….e ghatana yaad
      Aavi….

      Manas banavu agharu chhe.e agharo saval bhagvan ne puchhyo?
      Kadach javab nahi aape!!

      Rashmin Mehta ne mara Abhinandan.

      1. ઈશ્વર ને મિત્ર તરીકે કીધું બસ કે આખી દુનિયા નો બોજ ના લે તું. અમે એને લાયક નથી. એના કરતાં અમારા જેવો બન ને મોજ કર…..એક નવી ભાવના ઈશ્વર માટે ની

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal