સાચું સુખ – A Gujarati Poem

Written by Rahul Desai

May 28, 2019

સોના ચાંદીના ઘરેણા થી મેં ભર્યું આખુંય કબાટ છે,
પણ, પ્રસંગે આવીને ઉભા રહે એવા, મારા સંબંધીઓ માટે હું તરસું છું.

ભરેલુ આખુંય ભોંયતળિયું મોંઘીદાટ ગાડીઓથી છે,
પણ, એ ગાડીમાં સાથે બેસી પ્રેમ ભર્યા પળ વિતાવે, એવા મારા પ્રેમ માટે હું તરસું છું.

બનાવ્યું આલીશાન ઘર મેં જે સર્વ સુવિધાથી સજ્જ છે,
પણ, એ જ ઘરમાં મારી સાથે બેસીને કોઈ બે ઘડી વાત કરે, એવા મારા પરિજન માટે હું તરસું છું.

અર્પણ કરી દીધી આખીય ઝીંદગી મેં રૂપિયા ભેગા કરવામાં,
પણ, અંત સમય આવ્યો ત્યારે વ્હાલથી કોઈ માથે હાથ ફેરવે, એવા કોઈ માણસ માટે હું તરસું છું.

અરે, મારા મિત્રો,
જીવનનું સાચું સુખ તો આપણી સાથે રહેતા આપણા જ સગા-સંબંધીઓની સાથે રહેવામાં છે.
જીવનનું સાચું સુખ તો આકરા સમય મા આપણી પડખે ઉભા રહેતા આપણા મિત્ર અને એની મિત્રતામાં છે.
જીવનનું સાચું સુખ તો આપણા ઘરમાં રહેતા વડીલોનાં મુખમાંથી વહેનારા આશિષનાં ઝરણાંમાં છે.

Advertisement

જો જગતની બધી ધન-દોલત, સુખ-સુવિધાઓ એક તરફ અને પરિવારજનો તેમજ મિત્રો બીજી તરફ એમ ત્રાજવે તોળવાનાં થાય તો, તમને શું લાગે છે શેનું મૂલ્ય વધારે થશે?

Written By - Rahul Desai, a software engineer and an aspiring writer loves to motivate people not only in terms of their careers but also in relationships, making them understand the way of living. You can visit his work at his Facebook page https://facebook.com/mannnavichar . Gujarati short poetry and quotes are his forte. One can feel the aptitude towards human nature and relationship in his writings.

Copy link