હિસાબ ચૂકતે! – Gujarati Poetry

2.3
(8)
December 26, 2018
લાગણીઓનાં ઋણાનુબંધ આજીવન રહે છે પરંતુ, ક્યારેક સાથે આગળ વધવું શક્ય ન બને અને રસ્તાઓ ફંટાતા જણાય ત્યારે,લેણ-દેણ પતાવી લેવી એ માર્ગ સરળ કરે છે.ભાવનાઓ બંધન બને એ પહેલા હિસાબ ચૂકતે કરી લેવો જોઈએ… સાચું ને?

Written by - Swati Joshi

ચાલ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ,
પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ.

બહુ લીધું-દીધું તો કંઈ નથી, જો ને નડ્યા આ સમય ને અંતર;
હા, છે થોડી વાતો, થોડા પરિહાસ ને ઢગલો મત-મતાંતર.

લઈએ પ્રેમ ને પીડા અડધા-અડધા, પ્રાર્થનાઓ સૌ તારી;
બસ, તારું મન હું રાખી લઉં છું, બાકી ન કોઈ ઉધારી;

હિજરાવાનો હક્ક હું રાખું, શાતા તારે નામે કરીએ;
વીણી-વીણીનેે કામનાઓની નાની-મોટી ગાંસડી ભરીએ.

એળે ગયેલી મંછાઓનો આખો એક ઓરડો ભર્યો છે;
તારે જોઈએ તો લઇ જા થોડી, મેં એ દાવો જતો કર્યો છે.

આ લાગણીઓનું શું કરવાનું ? બહુ ભારી વિમાસણ છે;
જોખી, સરખી વહેંચી લઈશું , માપનું કોઈ વાસણ છે?

સુખ, શમણાં તું લઇને જાજે, જબરો મોટો ભારો છે;
અજંપાઓને હું રાખી લઉં છું, આ વખતે મારો વારો છે.

અનુકંપાનાં બે-બે અશ્રુ આંખોમાં સાચવી લઈશું;
બાકી, સઘળો હિસાબ ચૂકતે; એમ જ સૌને કહીશું.

તો બસ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ?
પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ!!

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

Most Viewed Posts

Sponsored

Older Stories

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

8 Comments

 1. Nilesh Patel

  Sachu ho !!

  Reply
  • Swati Joshi

   Thank you Nilesh!

   So glad to have your words here. Keep writing me back. It means a lot.
   Stay tuned for more to come.

   Happy new year in advance!

   Take care,
   Swati

   Reply
 2. Rekha Mehta

  સુખ શમણાં તું લઈ ને જાજે, અજંપા હું રાખી લ ઉ.- ખૂબ સુંદર રચના.

  Reply
  • Swati Joshi

   Thanks a lot!

   I feel very much motivated every time you write me n appreciate my work!

   Love,
   Swati

   Reply
 3. Hiren Joshi

  Absolutely Right And Superb

  Reply
 4. Swati Joshi

  Thank you very much!

  Your feedback is always welcome. Please keep posting.

  Do share with people having same frequency. Let them add to the community…

  Thanks!

  Take care,
  Swati

  Reply
 5. Nitinkumar Mehta

  વિષય તરીકે કે જિંદગીના અનુભવો તરીકે , હિસાબ મને સમજાયો જ નથી!!

  Reply
  • Swati Joshi

   એના માટે થોડા છેડાં ખુલ્લા છોડવા પડે છે. એટલું સરળ નથી. જેનો તાળો ન મળતો હોય એવી ગણતરીઓનું ભારણ ઉતારી મુક્ત થતાં ફાવી જાય એટલે હિસાબ કરતા અને ચુકવતા બંને ખુબ સહજતાથી આવડી જાય છે. બાકી, એટલું ચોક્કસ સમજાયું કે જીવનમાં ગણિત નહીં આવડે તો ચાલશે પરંતુ, હિસાબ ચોક્કસ શીખવો પડશે.
   મને આ મુદ્દો જીંદગી અને અનુભવો બંનેએ જ સમજાવ્યો છે.

   તમે આમ જ લખતા રહો, હું ઘણું શીખી રહી છું.

   Thank you so much!

   Lots of love,
   Swati

   Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *