જવાબ – A Gujarati Poetry

Written by Swati Joshi

April 12, 2019

તારે તો બસ બોલવું,
જીભનું અસ્ત્ર છોલવું!
માને શું ભગવાન હોવું?
મારે હિસાબવું તુજ હસવું-રોવું.
અર્પતો તું જ, તું જ લૂંટતો,
મસ્તક વળી તું જ કૂટતો!
બાંધવા ને છોડવા તુજ કર્મનાં બંધન,
એ જ તો ઈશ્વરીય ખેલ છે સઘન.
રક્ષવો ખુદનો આલય, કેવડો પરિહાસ?
મૂઢ, ના તું જાણે, હું રક્ષતો તુજ શ્વાસ!

Advertisement

માનવી, આ ગ્રહ પર સૌથી હોશિયાર હોવાની માન્યતાને કારણે, ક્યારેક સર્વશક્તિમાન પર પણ શંકા કરે છે. આપણે તેની શક્તિઓને ઓછી આંકવા ટેવાયેલા છીએ.અહીં એક કાલ્પનિક પરિસ્થિતિ છે, માણસ ઈશ્વરનાં અસ્તિત્વ વિશે શંકા કરી, તેમને પૂછે છે કે જો તેઓ સર્વત્ર છે, તો શા માટે લોકો તેનાં સ્થાનો લૂંટી લે છે અથવા નષ્ટ કરે છે? તે પોતાના નિવાસને કેમ રક્ષણ આપતો નથી? ત્યારે સર્જક આ જવાબ આપે છે.

Copy link