“જીવનનું વ્યાકરણ” – Gujarati Poetry

jeevan-nu-vyakaran-gujarati-poetry-indian-writer

જીવન વિશે કંઈ પણ કહેતા પહેલા ચોક્કસ યાદ રાખવું પડે કે, શબ્દો માત્ર વર્ણન જ કરી શકે છે, જીવન અને તેમાં ઘટિત થતું બધું જ માપવા માટે એ હજી પણ અપૂરતા જ છે… તમારું વ્યાકરણ શું કહે છે?

સ્વર ને વ્યંજન ભ્રમણાઓ બસ,
વ્યાકરણ-વ્યાકરણ રમ્યા કરે.
પણ જીવનનાં પરિેપ્રેક્ષ્યમાં,એ બંનેમાં ફર્ક જ શું?

સફળ-નિષ્ફળ વિશેષણ માત્ર બસ,
પૂંજી,સમય હો સ્વાસ્થ્ય કે સંબંધ
આ સર્વેના પરિપ્રેક્ષ્યમાં,એ બંનેમાં ફર્ક જ શું?

ઝડપી કે ધીમું તો ક્રિયાવિશેષણ
વધતી આયુ, જન્મ કે મૃત્યુ
આ સર્વેના પરિપ્રેક્ષ્યમાં,એ બંનેમાં ફર્ક જ શું?

સ્ત્રી ને પુરુષ બે નામ અલગ બસ,
પ્રેમ, ચિંતા, ઇચ્છા કે અપેક્ષા
આ સર્વેના પરિપ્રેક્ષ્યમાં,એ બંનેમાં ફર્ક જ શું?

ખોવું કે પામવું તો ક્રિયા માત્ર છે,
સ્વપ્ન, આહલાદ, ઉન્માદ કે ભય પછી
આ સર્વેના પરિપ્રેક્ષ્યમાં,એ બંનેમાં ફર્ક જ શું?

*પરિપ્રેક્ષ્ય = Perspective

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal