કર્મ અને પ્રાર્થના – A Gujarati Poetry

Written by Swati Joshi

January 16, 2018

કર્મ તો જાણે કોટવાળ કોઈ;

વીંઝે ચાબખા, પૂરે તુરંગે

આમ માનતો મનુજ મગતરો,

દે કર્મોની બલિહારી!

જીવન જાણે વિઘોટી કર્મ ની;

કષાયનું વ્યાજ ને પુણ્યની મૂડી

ખોળાથી લઈને ખાંપણ સુધી,

બસ કર્મની ખાતેદારી!

નિતાંત તર્કથી કલુષિત કાળજે;

આસ્થા કે વિશ્રંભ વસે ના

મનુજના મનમાં કરપ કર્મની,

ને એની જ તાબેદારી!

જીવતરનાં આ ત્રાજવે કદી જો;

કર્મને તારા તોળશે હરિ તો

એક પલ્લામાં કર્મો તારા,

બીજે પલ્લે પ્રાર્થના મારી!

મારી શ્રધ્ધાનો એક અલગ દરજ્જો;

કર્મ છો તારા રખેવાળ હો

પ્રાર્થના ની તો વાત જ ન્યારી,

ખુદ હરિ એના પ્રતિહારી!!

(તુરંગ= કારાગૃહ, વિઘોટી= મહેસૂલ, કષાય= પાપ, કલુષિત= ભ્રષ્ટ, વિશ્રંભ= વિશ્વાસ, કરપ= ધાક)
ઈશ્વરે બક્ષેલા બે હાથ કર્મ પણ કરે છે અને પ્રાર્થના પણ કરે છે પણ, આજની આ તાર્કિક દુનિયામાં કર્મોથી જેટલું ડરીએ છીએ એટલો જ વિશ્વાસ પ્રાર્થનાઓ પર કરીએ તો, ચમત્કારો શોધવા નથી જવા પડતા… મેં અનુભવ્યું છે, તમે?

Related Articles

નજરોનાં હરણાં – Gujarati Poetry

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા…

તું – Gujarati Poetry

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી …

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest