કરવાનું શું? – A Gujarati Poetry

Written by Swati Joshi

January 11, 2018

તારા નામથી ભરેલ મનનો ઓરડો મહેકે છે;

પણ, ખોલવાની મનાઈ-

કરવાનું શું?

તારા શબ્દોનાં ગોળનો ગાંગડો પીગળે છે;

પણ, ચાખવાની મનાઈ-

કરવાનું શું?

તારી યાદોની કામળી હૂંફાળી બહુ;

પણ, ઓઢવાની મનાઈ-

કરવાનું શું?

તારી આંગળીઓનાં આંકડા ખુબ સુંવાળા;

પણ ભીડવાની મનાઈ-

કરવાનું શું?

શ્વાસનાં તાંતણે બંધાઈ તું સતત આવે-જાય;

પણ, અડકવાની મનાઈ-

કરવાનું શું?

તારો અભાવ રોજ ધીમું મારે છે;

પણ, સામટું મરવાની મનાઈ-

કરવાનું શું?
કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું?

Related Articles

નજરોનાં હરણાં – Gujarati Poetry

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા…

તું – Gujarati Poetry

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી …

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest