ખેલ – Gujarati Poetry

khel gujarati poetry

અસ્તિત્વ માટે ખેલાતો એક ખેલ એટલે જીવન. જેની વિશેષતા એ કે વ્યક્તિ એક જ રમતનો ભાગ હોવા છતાં, દરેક એક અલગ સ્તર પર અને પોતાનાં આગવા નિયમો સાથે રમ્યા કરે છે. મજાની વાત એ છે કે અહીં હાર અથવા જીત આપણે જાતે નક્કી કરી શકીએ છીએ.

ગમતાં માટે ઝૂરીએ કદી, અણગમતા માટે મરીએ કદી;

જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!

ના ક્રમ છે નિયત, ના કાળ અચળ;
નિયમ “ખેલ”-જીવન નાં અકળ,
ના શતરંજ, ના સાપ-સીડી તોયે,
ચડીએ કદી ને પડીએ કદી!

જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!

ના રૂપ અચળ, ના ભાવ અચળ;
ખેલ મોહ માયાનો સકળ,
એક-મેક નાં મન નાં દોરા,
બાંધીએ કદી ને તોડીએ કદી!

જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal