જીવતો હતો ત્યારે તમે કદી વાત પણ ના કરી,
અને આજે જયારે હું માત્ર એક શબ્દ બની ગયો ત્યારે;
તમે વાત કરતા અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
જીવતો હતો ત્યારે તમે કદી હસ્યા પણ નહીં,
અને આજે જયારે હું ચીર નિંદ્રામાં પોઢી ગયો ત્યારે;
તમે અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
જીવતો હતો ત્યારે તમે કદી માથે વ્હાલથી હાથ પણ ના ફેરવ્યો,
અને આજે જયારે હું ચીર નિંદ્રા મા પોઢી ગયો ત્યારે;
માથું ખોળામાં લઈને અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
જીવતો હતો ત્યારે માત્ર જોઈને તમે મુખ ફેરવી લેતા હતા,
અને આજે જ્યારે આંખો બંધ થઇ ગઈ ત્યારે;
તમે આ નિર્જીવ મુખને જોઈને અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
જીવતો હતો ત્યારે ઘરનાં આંગણે તમારી વાટ જોતો રહ્યો,
અને આજે તમે આવ્યા પણ તમારું સ્વાગત કરવા;
પુષ્પો ની સજાવેલી અર્થી જોઈને અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
જીવતો હતો ત્યારે તમારા આશીર્વાદ માટે તરસ્યો હતો,
અને આજે તમે મારા પાર્થિવ શરીર પર;
પુષ્પ વિખેરતા અશ્રુ વહાવી રહ્યા છો,
જેની ભીનાશ મારા હ્રદય ને હવે સ્પર્શી નહીં શકે.
Heart touching poem. Very well written 👍
Tamari kavita mara hriday ne sparshi gayi. Very well written 👍
Very well said truely tuch to our heart.
Thank you very much for the lovely comments. Hope you’d love the other work as well at our publication.
Thanks for visiting.
Happy reading!
Keep us posted with your valuable views.
Swati Joshi
અદભૂત..