“મેં જોયા છે” – Gujarati Poetry

2.8
(4)
October 03, 2018
વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ બનાવે. શું મેળવીશું એ કદાચ આપણા નિયંત્રણમાં ન હોય છતાં, સપનાની પાંખો વિસ્તારવા પર કોઈનો અંકુશ નથી!

Written by - Swati Joshi

ચાહે વાયુ વાતા હો વિપરીત,
પથદર્શી પ્રવાહો હો ના ભલે;
હાથોનાં હલેસે શમણાંને, મેં પાર ઉતરતા જોયા છે.

ચાહે હો અંધારું ગીચ ઘણું,
સૂરજ હો ક્ષિતિજને પાર ભલે;
સપનાથી ભરેલી આંખોમાં, મેં તેજ નીતરતા જોયા છે.

મેઘ મન મૂકીને જો ના વરસે,
ખળખળ જળનું હો દૂર ભલે;
માથેથી ટપકતા પ્રસ્વેદે, મેં બાગ ઉઝરતા જોયા છે.

શમણાં જ તારા તુજ સંગી છે,
ગમતીલા સાથ રહે ના ભલે;
બાકી,
રોજ ‘રમલ’નાં હાથેથી, મેં પાસા સરકતા જોયા છે!

*રમલ = અંકશાસ્ત્રી (numerologist who predicts with the help of dice)

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

Most Viewed Posts

Sponsored

Older Stories

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

6 Comments

 1. Rekha Mehta

  સરસ આલેખન.👌👌👌

  Reply
  • Swati Joshi

   ધન્યવાદ.

   કમેન્ટ માટે ખુબ ખુબ આભાર.

   આગળ તમને ક્યા વિષય પર વાંચવું ગમશે એ સૂચવશો તો હજી ઘણું સરસ આલેખી શકીશ.

   સસ્નેહ,
   Swati

   Reply
   • Rekha Mehta

    કેળવણી.

    Reply
    • Swati Joshi

     ચોક્કસ પ્રયત્ન કરીશ.

     Reply
 2. Rekha mehta.

  વાહ, ફરી એકવાર, સુંદર.
  બાગ ઉઝરતા જોયા છે.- સરસ-સરસ.👌👌👌

  Reply
  • Swati Joshi

   હૃદયપૂર્વક આભાર! 🤗💖

   Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *