મૂડ નથી! – A Gujarati Poetry

Written by Swati Joshi

March 29, 2019

આજના પોરીયા તોબા જેવા, કે’તા મોં મચકોડી-

આજે મૂડ નથી, સાવ મૂડ નથી!!

કે’તી મમ્મી, મોલમાં જઈને-

લાવ લોટ, ખાંડ ને પાંવ

પણ,

મૂડ નથી, મમ્મી મૂડ નથી!!

સ્માર્ટ ફોન ખોલે સ્કૂલમાં જઈને-

રમે “ઈન્સ્ટાગ્રામ” નાં દાવ

તોયે,

મૂડ નથી, હજી મૂડ નથી!!

પપ્પા બિચારા, ટિફિન જમે ને-

તમે પિઝા-પાસ્તા ખાવ

અને

મૂડ નથી, હજી મૂડ નથી??

રઝળે – ભટકે મિત્રો લઈને,

માંદો થાતો ઘેર આવીને,

એને ચઢતો ટાઢીયો તાવ

એ’લા મૂડ નથી!

તને મૂડ નથી??
આજકાલ મોટાભાગનાં ઘરોમાં આ દ્રશ્ય સામાન્ય છે,અહીં તો આપણે થોડી ગમ્મત જ કરી પરંતુ, હકીકતમાં બાળકને કેટલું અને ક્યાં સુધી બાલિશ બનાવી રાખવું એ તો માતા-પિતા કે પરિવારનાં હાથમાં હોય છે…  તમને શું લાગે છે?

Related Articles

નજરોનાં હરણાં – Gujarati Poetry

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા…

તું – Gujarati Poetry

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી …

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest