પા પા પગલી! – Celebrating 4th anniversary

pa pa pagali anniversary swatisjournal

Swati’s Journal ચાર વર્ષ પૂર્ણ કરે છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે, સપના, ધ્યેય અને ભવિષ્ય બધું એક જ દિશામાં દેખાવા લાગે ત્યારે સમજવાનું કે સાચી દિશા સામે નજર મંડાઈ છે. પછી જે કરવાનું છે એ છે, દરરોજ એ દિશામાં થોડું તો થોડું પણ આગળ વધવાનું. અને એમ કરવામાં જાત ઘસી જીવનનાં લક્ષ્યો સિદ્ધ કરનારા અનેક મહાનુભાવોનાં આ સોનેરી શબ્દો આપણને મદદરૂપ થશે. તો આવો વાંચીએ, વાંચતા રહીએ!

4th anniversary icon It has been 4 years to the moment I hit the ‘Publish’ button for my first romantic short story – The 12th Letter. Now it’s a collection of more than 380 Short stories, Kids’ stories, multilingual poetry, daily quotes, relationship articles, wellness articles, parenting articles and much more.

And on this occasion, I want to thank you all for reading, rating and loving my writing.

આજકાલ સ્ત્રીઓએ સપના જોવા જોઈએ, એ સપના પુરા કરવા લગભગ આખી દુનિયાથી લડવું પડે તો લડી લેવું જોઈએ વગેરે, વગેરે સંદેશ આપતી વાર્તાઓ ખુબ ચાલી રહી છે. અરે, અનુપમા, પુષ્પા અને આવા જ બીજા કેટલાએ ધારાવાહિકના ટીઆરપી ના આંકડા જુઓ તો ખ્યાલ આવે. અને આમ જોવા જાઓ તો, આજકાલ સ્ત્રીઓ ઘરકામ સિવાય પણ વિવિધ પ્રવૃત્તિ કરતી થઇ છે ત્યારે જેમને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય તેમને માટે અંગત અનુભવોને આધારે How to start blogging વિશે થોડી પોસ્ટ્સ કરી છે એ તમને પણ ગમશે.

પથ્થર ફેંકી આંબા પરથી કેરી તોડતા બાળકને જોયું છે? બસ, સપના જોવા અને સાકાર કરવામાં એવા જ પ્રયત્ન લગાડવાના હોય છે. બાકી, સપના સાકાર થાય ત્યારે સૌ કોઈ નોંધ લે પરંતુ, તેની પાછળ કરવામાં આવેલી મહેનત ભાગ્યે જ કોઈનાં ધ્યાનમાં આવતી હોય છે. જે સપના જુએ છે એમણે હૈયે હામ રાખી સાચા થવા સુધી થોડું-થોડું આગળ વધતા રહેવાનું છે.

મેં આ બે વર્ષ અગાઉ મારી એક કવિતા – સિદ્ધિમાં લખેલું, છતાં આજે પણ આ વાત એટલી જ સાર્થક લાગે છે મને.

હું નાની હતી ત્યારે ‘પા પા પગલી’ નામનું એક જોડકણું બહુ ગમતું. સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામમાં કાચા-પાકા રસ્તા પર આવતા-જતા હતા ત્યારે ધૂળમાં પડતા પગલાં જીવનમાં ક્યા મુકામે લઇ જશે તેની ખાતરી નહોતી. બધું અનુભવે જ શીખવાની જીદ કે આદતવશાત લગભગ બધું જ ભૂલો કરીને જ શીખી. તેનો ફાયદો એ થયો કે હંમેશા ‘The Road Not Taken’ (મારી ગમતી કવિતાઓમાંથી એક છે) એટલે કે વણખેડાયેલા રસ્તે ચાલવાની તક મળી. કાઠીયાવાડી હોવાથી કાળજે હામ જન્મથી જ હોય એટલે એ રસ્તાઓ ખૂંદતા, અનેક સારા-નરસા અનુભવોનું પોટલું વાળી આજે જ્યાં છું ત્યાં પહોંચી શકી છું.

વ્હાલા વાચકો તેમજ સમર્થકો જોડે એક-એક ડગલું સાથે ચાલી આજે Swati’s Journal પાસે ગુજરાતી, English અને હિન્દી પોસ્ટ્સનો અમુલ્ય ખજાનો એકઠો થયો છે. જેમાં મારા અણમોલ Guest Writers નું યોગદાન પણ સવિશેષ નોંધનીય છે.

તો, આ ચાર વર્ષ મારી સાથે, મારા માટે, મને ટકાવી રાખનારા દરેક વ્યક્તિ, સંજોગો અને પરિબળોનો હૃદયપૂર્વક આભાર!

અનુભવે એટલું શીખવ્યું કે શિસ્તતા કેળવી, રોજ બે જ ડગલાં આગળ વધીએ તો પણ છીએ તેનાં કરતાં ક્યાંક આગળ જરૂર પહોંચી શકાય છે. એક વખત કોઈ ચોક્કસ દિશા નક્કી કરી ચાલવાનું શરુ કરીએ એટલે ‘આનંદ’ પરમની આ હિન્દી કવિતાને રોજ પ્રત્યક્ષ સજીવન થતી અનુભવી શકશો…

कोशिश कर , हल निकलेगा,

आज नहीं तो कल निकलेगा|

अर्जुन के तीर सा सध

मरुस्थल से भी जल निकलेगा|

मेहनत कर, पौधे को पानी दे

बंजर ज़मीन से भी फल निकलेगा|

ताक़त जुटा, हिम्मत को आग दे

फौलाद का भी बल निकलेगा|

ज़िंदा रख दिल में उम्मीदों को

गरल के समुन्दर से भी गंगाजल निकलेगा|

कोशिशें जारी रख, कुछ कर ग़ुज़रने की

जो आज है थमा थमा सा ,चल निकलेगा|

कोशिश कर, हल निकलेगा

आज नहीं तो कल निकलगा।|

તો જેમ અત્યાર સુધી આપની હાજરીએ બળ આપવાનું કામ કર્યું છે એવી જ રીતે મને વિશ્વાસ છે કે, આગળ પણ તમારો સંગાથ અવિરત રહેશે…કેમકે,

મંઝિલ ચાહે દૂર ઘણી ને મજલ હો લાંબી,
હળવા ડગલે ચાલતા રહેવું, દિવસોનો ક્યાં તોટો છે?

Follow me at Facebook or Join my Club and win weekly rewards.

– Swati.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal