પ્રશ્નો – A Gujarati Poetry

Written by Swati Joshi

March 13, 2019

સંબંધો ના બંધ મહેલની નબળી દીવાલો હલે છે

ખબર નથી ક્યારે પડશે,

કદાચ જેમ પહેલા થયેલું તેમ-

આ વખતે પણ લાગે છે ટકી જશે.

પણ ક્યાં સુધી?

પ્રશ્નોનો અગાધ દરિયો ઘૂઘવ્યા કરે છે

જવાબની અપેક્ષા ક્યાં રાખવી?

કોઈ હશે જે આ બધું ઉકેલશે-

પણ ક્યારે?

અસહ્ય અસ્થિરતા પ્રવર્તે છે

જે વાવાઝોડા પણ આપે છે

જેનાથી અંદર કોઈ ગભરાય છે

પણ કોણ?

નબળી દીવાલો, બંધ મહેલ, અસ્થિરતા અને વારંવારના

વાવાઝોડા-

આ બધા થી છૂપાઈ જવું છે,

પણ ક્યાં?

RECOMMENDED BOOKS

Advertisement

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર મળે જ. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય ને?

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap