શબ્દ – A Gujarati Poetry

Written by Swati Joshi

March 8, 2019

શબ્દ જ મારા રૂપિયા-પૈસા, શબ્દ જ હીરા મોતી.

થઈ હુતાશન અંતર બાળે; એ જ વ્હાલનાં વીંઝણા

ઢાળે,

શબ્દ જ બાળતો અગ્નિ કાળો,

શબ્દ જ અંતર-જ્યોતિ.

શબ્દ જ મારા રૂપિયા-પૈસા, શબ્દ જ હીરા મોતી.

એ જ બનાવે-એ જ તો તોડે; વાર કરી અધમૂવા

છોડે,

મધમીઠાં લેપ પણ પોતે,

શબ્દોની એ શક્તિ.

શબ્દ જ મારા રૂપિયા-પૈસા,શબ્દ જ હીરા મોતી.

હાથિયો થઈને વ્હાલ વિખેરે; પ્રસન્નતાના મોતી વહેરે,

દુ:ખની ઝરમર તુજ છીપલાંમાં,

વરસાવે થઈ સ્વાતિ.

શબ્દ જ મારા રૂપિયા-પૈસા, શબ્દ જ હીરા મોતી.

RECOMMENDED BOOKS

Advertisement

એનો અર્થ ભલે ‘અવાજ’ છે પરંતુ, દરેક બોલાતો કે સંભળાતો શબ્દ પોતાનામાં એક વિચારવંત તંત્ર છે. વ્યક્તિ, પરિસ્થિતિ કે આખેઆખા કાલખંડ આ શબ્દો દ્વારા બને કે બગડે છે… તો વાંચો કે કેટલો શક્તિશાળી છે આ શબ્દ!

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap