શું કરો હરિ?

Written by Swati Joshi

September 3, 2018

કલ્પનાની પાંખો કદી તમને પણ લાગે ખરી?

દ્વાપરથી કલિકાળ માં આવો જો તમે ફરી,

તો શું-શું કરો હરિ?

મથુરા એટલે પોલ્યુશન ને પોલિટિક્સ બસ;

એમાં તવ પ્રિય યમુનાનું આચમન પણ ના શકો ભરી,

તો શું કરો હરિ?

રાધા-મીરાંનો ઇશ્યૂ આ કાળમાં પણ રહેવાનો;

લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ નડશે તમને ફરી,

ત્યારે શું કરો હરિ?

પાંડવ-કૌરવ અહીં એક કાયામાં સૌ સંગે વસે છે;

સિસ્ટમ માલફંક્શનના નામે સઘળું એકમાં દીધું ભરી,

તમે પણ શું કરો હરિ?

ગ્રહો કરતાં અહી આગ્રહો નું નડતર છે મોટું;

સોશિયલ થવાના ચક્કરમાં ભૂલી જશો જો બંસરી,

તો શું કરો હરિ?

માણસ-માણસ રમવામાં અહી ડિપ્રેશન પણ આવે;

એમાં જ “શું”, “કોણ” અને “ક્યાંથી” એ પણ જાઓ જો વિસરી,

તો બોલો શું કરો હરિ??
માણસ હોવું એ સહેલું નથી અને આજનાં સમયમાં તો બિલકુલ નહીં. એટલે, જો ભગવાન શ્રી કૃષ્ણ આજે ફરીથી અહીં જન્મ લેવાનું વિચારતા હોય તો, આપણે એમને થોડી વાસ્તવિકતા બતાવીએ? પછી એમની મરજી…

Related Articles

નજરોનાં હરણાં

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા…

ग़ज़ल

निदा फ़ाज़ली का ये शेर ही हमारी ग़ज़लको मुकम्मिल करता है की, “दिल में न हो जुर्रत तो मुहब्बत नहीं मिलती; ख़ैरात में इतनी बड़ी दौलत नहीं मिलती|”

तू लगती है

ये लगाए न लगनेवाली और बुझाए न बुझनेवाली चाहकी तपिश शायद ऐसी ही होती है.मजरुह सुल्तानपुरीने इसी पर कहा है की, “अलग बैठे …

Psst! Can you spare a moment before you go?

As much I love writing these stories, I care to gather your thoughts. Readers like you keep me going by suggesting new stories, appreaciating old ones.

You have Successfully Subscribed!

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!