તું – A Gujarati Poetry

Written by Swati Joshi

May 3, 2019

તું જ આશ, તું જ શ્વાસ;
ભીતર છતાં તું આસપાસ.
મનનો સમુદ્ર ઊંડો ઘણો,
ઊંડાઈનો ક્યાં કોઈ ક્યાસ?
કદી રાધા હું; કદી કૃષ્ણ તું,
સદીઓથી આપણ રચીએ રાસ.
માગું તને; ચાહું તને,
ક્ષુધા તું ને તું જ પ્યાસ.
તારું જ ગ્રહણ; તને જ અર્પણ,
મુજ આશા, આસ્થા ને વિશ્વાસ.
તું જ આશ, તું જ શ્વાસ;
ભીતર છતાં તું આસપાસ.
*આશ= આશા, ક્યાસ= અંદાજ

Advertisement

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી જાણે છે? હજી સુધી ન કહ્યું હોય તો આજે જ કહી દેજો…

Copy link