Weekly Literature Quizzes And Answers – June 2022

weekly literature quiz swatisjournal june22

કહેવતો ઓછા શબ્દોમાં ઘણું કહી જતાં શાબ્દિક રત્નો છે. સાંસ્કૃતિક રીતે કહેવતો જેટલી વિશિષ્ટ છે, તેટલી જ સાર્વત્રિક પણ છે. વિશ્વની કોઈ પણ સંસ્કૃતિમાં લગભગ દરેક પરીસ્થિતિ માટે કહેવતો બની છે અને પ્રચલિત થઇ છે. તો, આવો આપણે પણ Weekly Quiz વડે આ રત્નોનો ખજાનો માણીએ.

આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક !

ગાતાં – ગાતાં તમે આ વખતે ક્વીઝમાં ભાગ લીધો કે નહીં? કેમકે, આ વખતે તો Weekly Quiz માં ગુજરાતી કહેવત તેમજ हिन्दी मुहावरे મન ભરીને વરસ્યા છે.

ક્વીઝમાં ભાગ લેનારા ઘણાં મિત્રોએ સાચા જવાબ આપ્યા અને વિવિધ ઇનામો જીત્યા પણ ખરા એમને બધાને અભિનંદન!

આજનાં સમયમાં બોલચાલમાં ખાસ ચલણમાં ન હોવાને લીધે ઘણાં યુવા વાચકો માટે કહેવત, લોકોક્તિ, રૂઢીપ્રયોગ વગેરે થોડું નવું પણ છે તો, એમને આ કહેવતોનાં ખરા અર્થ જાણવા અને વાંચવાનું ગમશે એમ માનું છું એટલે, ચાલોને થોડી મોજ ખાતર આ કહેવતો તેમજ મુહાવરા વિશે થોડી વાત કરીએ.

કહેવત એટલે ‘લાંબા અનુભવો પર આધારિત ટૂંકા વાક્યો’ આવું ક્યાંક વાંચેલું. આપણને બોલચાલમાં ઉપયોગમાં લેતી વખતે સાવ સાધારણ લાગતી વાત કેટલા અનુભવોનો નીચોડ છે એ તો આપણે ક્યારેય વિચારતા જ નથી હોતા, ખરું ને? કહેવતોને આપણે બહુ અન્ડર-એસ્ટીમેટ કરીએ એટલે કે ઓછી આંકીએ છીએ એવું મને લાગે છે બાકી, આ કહેવતોનો અભ્યાસ કરવાનું એક આખું શાસ્ત્ર છે જેને Paremiology કહેવાય છે.


Week 1 – Quiz Party – Win ₹1500 off on Amazon 4th Gen Echo Dot

weekly quizzes june 1 swatisjournal

જુન મહિનાની શરૂઆત આપણે ત્યાં રાષ્ટ્રભાષા હિન્દીનાં મુહાવરાઓ સાથે થઇ એમ કહું તો પણ ખોટું નથી. આ વખતની Weekly Quiz માં કુલ 3 પ્રશ્નો હતા.

hindi idiom question 11 swatisjournal પહેલો મુહાવરો તો ખુબ જાણીતો ને લગભગ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળેલ જ હોય, એ હતો – सौ सुनार की एक लोहार/लुहार की|

અંગ્રેજીમાં Quality over Quantity નો ખ્યાલ આપણા આ હિન્દી મુહાવરા સાથે બંધ બેસતો આવે છે.

વાક્ય પ્રયોગ – पांडवों ने अपने शस्त्र उठाए तो कौरवों को मार गिराया, इसे ही कहते है कि सौ सुनार की एक लुहार की।

એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો, ઘણી વખત એક જ મજબૂત પ્રયત્ન કે નિર્ણય, સો નાના – નાના હળવા પ્રયત્નો/કાર્યો કે નિર્ણયો જેટલો જ કારગર સાબિત થતો હોય છે.

English Literal meaning of the proverb goes like, one firm action is more effective than many weak attempts.

છે ને મજાની વાત?

બીજો પ્રશ્ન પણ આવો જ મજેદાર હતો અને ઘણાં મિત્રોએ તેનો સાચો જવાબ પણ આપ્યો.

hindi idiom question 21 swatisjournal नाच ना जाने आँगन टेढ़ा| આ તો આપણે ઘણા લોકોને મોઢે સાંભળ્યું હોય, ખરું ને? આ લોકપ્રિય કહેવતનો શાબ્દિક અર્થ એ છે કે વ્યક્તિ નૃત્ય કરી શકતો નથી અને માટે પોતાની આ ખામી છુપાવવા માટે મંચને દોષ આપ્યા કરે છે કે, મંચ જ બરાબર નથી એટલે બરાબર નાચી શક્યા નહીં.

અંગ્રેજીમાં પણ આને લગતી એક ઉક્તિ છે કે, ‘A bad workman blames his tools.

વાક્ય પ્રયોગ – रसोईघर से निकली अनिताने आज रोटियां जलने का दोष आटे और चूल्हे पर मढ़ दिया तो, सब जान गए कि यह तो भाई, नाच न जाने आँगन टेढ़ा है|

The idea behind this expression is that a skilled person would be totally accountable for any of his faults, but a person incapable of dealing with difficult situations will blame the other people, circumstances and anything around instead of accepting his own inefficiency.

આપણે આપણી આસપાસ વ્યવહારમાં આવા ઘણા લોકોને જોયા છે, ખરું ને?

hindi idiom question 311 swatisjournal હવે, ત્રીજો પ્રશ્ન થોડો અઘરો હતો.

कबीरदासजी के दोहे માંથી લીધેલ આ દુહો પ્રસિદ્ધ તો છે જ સાથે ખુબ અર્થપૂર્ણ પણ છે.

बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर।

पंथी को छाया नहीं, फल लागे अति दूर ।।

તેનો અર્થ એ થયો કે ખજૂરનું વૃક્ષ ખૂબ ઊંચું છે, જે તેની ભવ્યતા અને વિશિષ્ટતા દર્શાવે છે છતાં, તે થાકેલા પ્રવાસીઓને છાંયો આપતું નથી. તેનું ફળ એટલું ઊંચું ઊગે છે કે, તેને સરળતાથી તોડી પણ શકાતું નથી.

સરળ શબ્દોમાં, જેનો અર્થ છે, જો તમે સમૃદ્ધ અને શક્તિશાળી છો, પરંતુ કોઈના માટે ઉપયોગી બનવા માટે સક્ષમ નથી અથવા કોઈનું ભલું કરી શકતા નથી, તો આવા મોટા થવાનો કોઈ ફાયદો નથી.

winner quiz 1 june swatisjournal English meaning of this doha is, here Kabirdas ji says that when you become a powerful or important person in life, it’s of no use if you can’t help the others who are in need. So true, isn’t it?

My lovely reader Mithali Shrivastava was picked the winner of the quiz winning Rs. 1500 off on 4th Gen Echo Dot …. ખુબ ખુબ અભિનંદન!


Week 2 – Quiz Party – Win ₹700 off on Leaf wireless headphones

win leaf studios coupon swatisjournal

બીજા અઠવાડિયાની Weekly Quiz માં તો ગુજરાતી રૂઢીપ્રયોગ અને કહેવતોએ ખરો રંગ રાખ્યો.

gujarati kahevat question 1 swatisjournal કાગનું બેસવું ને ડાળનું પડવું. આ રૂઢીપ્રયોગ અનાયાસે બનતી સાંયોગિક ઘટનાઓને વર્ણવવા માટે ઉપયોગમાં લેવાય છે.

શાબ્દિક અર્થ જોઈએ તો, કાગડાનાં બેસવાને લીધે ડાળ તૂટી એમ માનવું એટલે કે, કોઈ યાર્દચ્છિક (random) ઘટના માટે જેનો તેની સાથે સીધો કોઈ સંબંધ નથી તેવી વ્યક્તિ કે સંજોગોને એમની ત્યાં હાજરીને લીધે જવાબદાર ઠેરવવા એમ કહેવાય.

This Gujarati idiom stands for some accidental outcome, a mere coincidence. That means sometimes some irrelevant incidences lead to a few undesired or unexpected outcomes. Just because the incidences occur on the same point of time, people find them relatable and responsible for the results.

વાક્ય પ્રયોગ – હજી કાલે જ પડોશમાં રહેતી બટકબોલી ‘દાદા કેટલી દિવાળી જોવાનાં હવે?’ એવું કહીને ગઈ અને આજે દાદા તાવમાં પટકાયા છે, આ તો કાગનું બેસવું ને ડાળનું પડવું.

બીજો પ્રશ્ન જેટલો સરળ એટલો જ બોધદાયક રહ્યો. લગભગ દરેકને આવડે એવી એક ગુજરાતી કહેવત એટલે આપણો આ પ્રશ્ન.

gujrati kahevat question 2 swatisjournal નમે તે સૌને ગમે.

એકદમ સરળ શબ્દોમાં ખૂબ જ મૂલ્યવાન સંદેશ આપતી આ કહેવત દરેક ઉંમરનાં લોકોને લાગુ પડે છે, સાચું કે નહીં?

મોટા વૃક્ષોનું કદ વધતું જાય તેમ તેની ડાળીઓ વજનને કારણે નીચે ઝૂકતી જાય એવી જ રીતે વ્યક્તિ પરિપક્વતા, સમૃદ્ધિ કે હોદ્દામાં મોટો થતો જાય અને છતાં પણ વિનમ્રતા ન છોડે તે દરેકને ગમે એવો મજાનો સંદેશ આપે છે આ કહેવત.

વાક્ય પ્રયોગ – અમારા ગામનાં લોકપ્રિય સરપંચની વિનમ્રતા એટલી કે એમને જોઇને સૌ કોઈ એમનાં બાળકોને શીખવે કે આવી જ રીતે નમે તે સૌને ગમે.

માર્મિક છતાં જરા જૂની અને વધુ પ્રચલિત ન કહી શકાય તેવી એક કહેવત હતી ત્રીજા પ્રશ્ન તરીકે.

gujrati kahevat question 3 swatisjournal રાત થોડી ને વેશ ઝાઝા.

સમય ઓછો હોય અને અનેક કાર્યો પૂર્ણ કરવાના હોય તેવા સમયે વપરાતી હોય છે આ કહેવત.

હળવાશમાં લઈએ ત્યારે, સામાન્ય રીતે એક જ ગામમાં ઘણાં સગા-સંબંધીઓ રહેતા હોય અને આપણે સમયનાં અભાવે તેમને મળી શકીએ તેમ ન હોય ત્યારે એમને ખરાબ ન લાગે તેમ એમનું નિમંત્રણ નથી સ્વીકારી શકીએ તેમ કહેવાનું થાય ત્યારે આ કહેવત આપણી વ્હારે આવે છે. ?

બાકી, આ કહેવત જીવનની ફિલસુફી માત્ર જૂજ શબ્દોમાં રજૂ કરી આપે છે.

winner quiz 2 june swatisjournal જીવનને માત્ર એક રાત સાથે સરખાવીએ તો પણ, એક જ જીવનકાળમાં માનવીય સંબંધોનાં અનેક પાત્રોમાં ઢળતાં આપણે કેટકેટલા વેશ ધારણ કરીએ છીએ અને છતાં પણ, આખરી અલવિદા કહેતી વખતે કોઈક પાત્ર ભજવવાનું તો રહી જ જતું હોય છે. એટલે જ જીવનનાં ફલક પર નિભાવવા પડતાં પાત્રો માટે આપણે હંમેશા કહેવાનું રહેશે કે, ‘રાત થોડી અને વેશ ઝાઝા.’ ત્રણે પ્રશ્નોનાં સાચા જવાબ આપી આપણા વાચકમિત્ર પ્રશાંત સાળુંકે વિજેતા બન્યા.

ખુબ ખુબ અભિનંદન!


Week 3 – Quiz Party – Win ₹1500 off on Corseca Wireless Earbuds

win corseca gift voucher quiz swatisjournal

આ વખતે પ્રશ્નો તરીકે ત્રણ ગુજરાતી કહેવતો તૈયાર હતી.

gujarati kahevat question31 swatisjournal ખાલી ચણો, વાગે ઘણો.

આ પ્રશ્નનાં જવાબમાં ઘણાં વાચકમિત્રો જરા ગૂંચવાયા કેમકે, બરાબર આના જેવી જ અને આ જ અર્થ ધરાવતી બીજી એક કહેવત પણ છે આપણી પાસે ગુજરાતી ભાષામાં. એ છે અધૂરો ઘડો, છલકાય ઘણો.

બંને કહેવત એકસરખો જ સંદેશ આપે છે કે, વ્યક્તિ જયારે અધૂરું જ્ઞાન કે આવડત ધરાવતી હોય ત્યારે તેનો વધારે દેખાડો કરે છે બાકી, જ્ઞાની કે કુશળ વ્યક્તિ ક્યારેય પોતાની આવડત વિશે કદી ડોળ કરતા નથી.

તત્વચિંતક પ્લેટો દ્વારા કહેવાયેલી English Proverb – “Empty vessels make the most noise.” પણ આ જ કહેવતની સમાનાર્થી કહી શકાય. જેનો સરળ અંગ્રેજી અર્થ છે, those with the least knowledge and least talent are the ones who often speak the loudest and the most.

છતાં, ઘણાં મિત્રોએ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે હો…

બીજો પ્રશ્ન આમ જુઓ તો સાવ સરળ હતો.

gujarati kahevat question33 swatisjournalદૂરથી ડુંગર રળિયામણાં.

બીજાની પરિસ્થિતિ જોઈ આપણને એમ લાગે કે અરે, આપણે પણ આવું હોત તો કેટલું સારું થાત. ત્યારે આપણને એ વ્યક્તિ ખરેખર ક્યા સંજોગોમાંથી પસાર થાય છે તેની જાણ નથી હોતી કેમકે આપણે તેટલા નજીકથી એમનાં જીવનની ઘટનાઓ તપાસી રહ્યા નથી હોતા.

જેમ ડુંગર દૂરથી હરિયાળા અને મનમોહક લાગે પણ, નજીક જઈએ ત્યારે જ તેની દુર્ગમતાનો ખ્યાલ આવે એવી પરિસ્થિતિમાં પ્રયોજાતો એક રૂઢીપ્રયોગ છે આ.

दूर के ढोल सुहावने પણ સમાન અર્થ ધરાવતો એક हिंदी मुहावरा છે.

ત્રીજો પ્રશ્ન એટલે બાળપણમાં લગભગ દરેક ગુજરાતી બાળકે પોતાને માટે કે પછી ઘરનાં બીજા કોઈ બાળક માટે સાંભળેલ આ કહેવત…


gujarati kahevat question33 swatisjournalપારકી મા કાન વીંધે.

આ કહેવતને આમ તો કોઈનાં કાન વીંધવા સાથે કંઈ સીધો સંબંધ નથી. અહીં, કાન વીંધવા એ શિક્ષા આપવા માટેનું પ્રતિક ગણી શકાય. એટલે આ કહેવત મુજબ તો, પોતાની મા એટલે કે માવતર પાસે નખરા કરતું બાળક કે જીદ કરતુ બાળક, પારકી મા એટલે કે બીજી કોઈ વ્યક્તિ પાસે સીધું ચાલે કે તેની કહેલી વાત માની લે અથવા તો કહીએ કે વાત માનવી પડે!!

મા પોતાનાં બાળકને કેળવતી વખતે એક હદથી વધુ કઠોર નથી જ બની શકતી. પરંતુ, જીવનની વેધક વાસ્તવિકતાનો સામનો કરવા બાળકને કષ્ઠદાયક અનુભવોમાંથી પણ પસાર થવું પડશે તો, આ શિક્ષા તેને કોઈ બહારની વ્યક્તિ જ વધુ સારી રીતે આપી શકશે.

winner quiz 2 june swatisjournal ટૂંકમાં, લોહીના સંબંધથી જોડાયેલા ન હોય તેવા લોકો જ ખરબચડા અનુભવો સરળતાથી શીખવી શકશે. અને બાળકો એ શીખી પણ જાય છે એ સર્વસિદ્ધ હકીકત પણ છે, સાચું કે નહીં?

Our ardent reader Harish Thakkar has been the winner of this Week 3 Quiz contest in the month of June!

Congratulations!!


Week 4 – Quiz Party – Win ₹2200 off on Amazon 3rd Gen Fire TV stick

win amazon fire tv coupon swatisjournal

જોતજોતામાં જુન મહિનાનું ચોથું અઠવાડિયું આવી ગયું અને આ રહી આપણી ચોથી Weekend Quiz.

gujarati kahevat question 41 swatisjournal બકરું કાઢતાં ઊંટ પેઠું.

કોઈ નાની સમસ્યાનો નિકાલ કરવા જતાં વ્યક્તિ અન્ય કોઈ મોટી મુશ્કેલી નોતરી બેસે એવા સમયે આ રૂઢીપ્રયોગનો ઉપયોગ યથોચ્ચિત સાબિત થાય છે.

બકરી અહીં કદ મુજબ નાની સમસ્યાનું નિદર્શન કરે છે. એટલે કે, બકરી જેવડી સમસ્યા દૂર કરવા આપણે કોઈ ઉપાય કરીએ અને તેનાં પરિણામસ્વરૂપ ઊંટની જેમ કોઈ મોટી સમસ્યા આવી પડે એવો અર્થ રજૂ કરે છે આ રૂઢીપ્રયોગ.

વાક્ય પ્રયોગ : નોકરીમાં ડીપાર્ટમેન્ટ બદલવા અરજી કરી તો, સાહેબે બીજા ગામે બદલી જ કરી નાખી મારે તો બકરું કાઢતાં ઊંટ પેઠું.

gujarati kahevat question 42 swatisjournal બોલવા પર કેટલી કહેવતો છે ગુજરાતી ભાષામાં!

બોલે તેનાં બોર વેંચાય.

વ્યાવહારિક રીતે કોઈ ફેરિયાનાં અનુભવો પરથી ઉતારી આવેલી હશે આ કહેવત એમ માની શકાય, ખરું ને? પોતાની પાસેનો સામાન વેંચવા માટે તેનાં વિશે બોલવું કે લોકોને જણાવવું જરૂરી છે તે જ રીતે, કોઈ પણ ક્ષેત્રે પ્રગતિનાં માર્ગે પોતાનાં કામ એટલે કે યોગ્યતા અંગે તેમજ તેમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિ કે કૌશલ્યો બાબતે વાત કરવી જરૂરી બની જાય છે. પોતાની યોગ્યતા કે merit વિશે બીજી ભાષાઓમાં પણ ઘણી કહેવતો બની છે.

આવી જ એક merit proverb છે – If you wish your merit to be known, acknowledge that of other people. ~ Oriental Proverb

gujarati kahevat question 43 swatisjournal આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.

જાત-મહેનત કે સ્વ-સહાયનું મહિમા મંડન કરતી આ કહેવત એક શાશ્વત શિક્ષા છે.

આ જ અર્થ ધરાવતી એક અંગ્રેજી કહેવત ‘Self help is the best help’ ખુબ પ્રચલિત છે. It means that the best way to solve your problem is to do it yourself.

June 2022 was a fun-filled month. All the Weekly Quizzes were amusing as well as informative for all of us.

winner quiz 4 june swatisjournal Our amazing reader friend Niraj Trivedi won the week 4 quiz in this month of June.

Congratulations!


So, this was all about June 2022 Weekly Quizzes. New, exciting questions are on the way.. Come and participate in upcoming weekend quiz to win astonishing prizes.

Boost your knowledge n have fun with us!!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal