કાનમાં, નાકમાં,
રૂનાં પૂમડાં;
ઠંડી લાગે એટલે!?
હવે જ્યાં બધું જ ઠંડુંગાર ત્યાં…
બસ, હવે તો યાત્રા અનંતની
જ્યાં;
ન ઋતુ, ન સમય,
ન સંબંધો, ન શ્વાસ-
ઓગળી જવાનું આકાશમાં,
સૂર્યની જેમ!
સ્વજનોનું મૃત્યુ એટલું સહજ-સ્વીકાર્ય નથી રહેતું; યદ્યપિ, રોજબરોજની દિનચર્યા જેટલી જ સહજ અનંત તરફની યાત્રા અકળ, અટલ તેમજ શાશ્વત છે!
કાનમાં, નાકમાં,
રૂનાં પૂમડાં;
ઠંડી લાગે એટલે!?
હવે જ્યાં બધું જ ઠંડુંગાર ત્યાં…
બસ, હવે તો યાત્રા અનંતની
જ્યાં;
ન ઋતુ, ન સમય,
ન સંબંધો, ન શ્વાસ-
ઓગળી જવાનું આકાશમાં,
સૂર્યની જેમ!
કુદરતમાં કદાચ મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની મર્યાદાઓ અને શક્તિઓ બંને અસીમ છે. આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ…
પોતાનાં કે બાળકનાં ભવિષ્યની ચિંતા કરી સંપત્તિ અર્જિત કરી, સંગ્રહ કરતી વખતે આપણે મોટેભાગે ભૂલી જઈએ છીએ કે સ્વાસ્થ્યથી વિશેષ કોઈ જ સંપત્તિ નથી. ભવિષ્યમાં દવાઓ આપણો ખોરાક બને તે પહેલા સાચો ખોરાક આપણા માટે દવાનું કામ કરે એ જરૂરી છે. સારો ખોરાક, સારી ટેવો, સારી સોબત, સારા વિચાર અને સરસ ઊંઘ બસ આ જ તો છે સ્વસ્થ જીવનનાં પગથિયાં!
0 Comments