કદી કિંવદંતી, વાયકા કે ગાથાઓ છો ના બને;
યત્ન તો કરીશ જ કે,
તારો ને મારો નાનો-સુનો કોઈ કિસ્સો તો હોય.
ઠૂંઠું બને કે પછી રતુમડો મ્હોરે તું છો ને;
યત્ન તો કરીશ જ કે,
કંટક તરીકે પણ મારો તારામાં એક હિસ્સો તો હોય.
અનર્ગલ બળતી આગ કે તપ્ત આશકા હું છો ના બનું;
યત્ન તો કરીશ જ કે,
મુજમાં તારા તમસના એક નાનકડાં આગિયાનો ઠસ્સો તો હોય.
ભાગું, દોડું, હાંફું, ચઢું કે છો ને પછી પડું;
યત્ન તો કરીશ જ કે,
આખર નાં બે તો બે — ડગ તારી સાથે માંડવાનો જુસ્સો તો હોય!
khub sars lakhyu chhe aape…
આભાર!
આશા છે અહીં બીજું લખાણ પણ પસંદ પડ્યું હશે. તેનાં વિશે પણ આપના શબ્દો આવકાર્ય છે.
વધુ શબ્દો સાથે, ફરી એક વાર જલ્દી જ મળીશું.
સાભાર,
સ્વાતિ
કરતા જાળ કરોળિયો ભોય પડી અથડાય. તો પછી આપણે તો માણસ છીએ. યત્ન તો કરી ને જ રહેવું. બરાબર છે.👌👌👌
કેટલું સચોટ અર્થઘટન!
સાભાર,
સ્વાતિ