થર્ડ ડાયમેન્શન! – A Musical Short Story
WRITTEN BY Swati Joshi
Shares

It’s time for new Musical story. Let’s read Gujarati story today.

અગ્નેય આજે બધું જ પૂરું કરી દેવું છે એવું મનમાં નક્કી કરીને જ આવેલો.સમસ્યા જડથી ઉખેડી નાખવાની હતી. સાગરિકા હતી લેટ-લતીફ એટલે તેની રાહ જોવા સિવાય કોઈ ઉપાય જ નહોતો.
બંને વચ્ચે કંઈ નવું ન હતું. બંને કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ્ઝ હતા, પોતાની મરજીથી જ બીજા લોકોને પરણ્યા પણ, એકબીજાની એટલી બધી આદત કે એકબીજા વિના જીવન થોડું મુશ્કેલ લાગતું. પણ, સમય સાથે વ્યસ્તતા અને જવાબદારીમાં એવા તો ગુંથાયા કે વાત પણ કરવાનું શક્ય ન રહ્યું. જીવનમાં એક તબક્કા બાદ લગભગ દરેકને જે લાગણીની ખામી વર્તાય છે એ છે સદ્ભાવ! પ્રેમનું શ્રેષ્ઠત્તમ સ્વરૂપ સદ્ભાવ છે!

બસ, આ લાગણીની ખોટ વર્તાતા બંને ફરી એકબીજાને સહાય કરવા લાગ્યા.કોઈ અનૈતિકતા નહીં બસ, એકબીજાની હાજરીની જ હૂંફ. પણ, આપણે ત્યાં દરેક લાગણીઓનાં, સંબંધોનાં ત્રાજવા અલગ હોય છે અને તેમાં તોળી-તોળીને કોણ, કોનું, શા માટે એ નક્કી થયા બાદ જ સાચું કે ખોટું એ જજમેન્ટ આપવામાં આવે છે એટલે છેવટે, આ આદતવશ કરાતી સહાય આવા ત્રાજવે તોળાયા બાદ અયોગ્ય ઠેરવવામાં આવી અને ઘરનાં બીજા લોકો સાથે સંઘર્ષનું કારણ બનીને જ રહી.અગ્નેય હવે પોતાનાં જ લોકો સાથે સતત સંઘર્ષથી હાર્યો હતો. એટલે આજે બધું પૂરું કરી દેવા માંગતો હતો.

ઘડિયાળમાં સાડા છ વાગી ગયા હતા. તેને લાગ્યું કે સાગરિકા હવે નહીં જ આવે. એટલામાં, સામેથી વ્યોમ આવતો દેખાયો. અગ્નેયને નવાઈ તો લાગી પણ, થોડો વ્યગ્ર પણ થઇ ગયો કે, વ્યોમે સાગરિકાને નહીં આવવા દીધી હોય કે શું? પતિ છે તો શું પત્નીની સ્વતંત્રતા છીનવી લેશે?
એ હજુ કંઈ કહે એ પહેલા વ્યોમ આવીને, સામેની ખુરશી પર બેસી ગયો, વેઈટરને ઇશારાથી બોલાવ્યો અને કહ્યું, “હું એક કોફી લઈશ, તેં કશું ઓર્ડર કર્યું છે કે કોફી ચાલશે?”
અગ્નેય : “ના, કોફી ચાલશે.”

વેઈટર ઓર્ડર લઇ જતો રહ્યો.
વ્યોમે વાત આગળ વધરતા કહ્યું, “સોરી યાર, તું તો સાગરિકાને મારા કરતા વધારે સમયથી ઓળખે છે એટલે યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે એનું કામકાજ કેવું છે.”
અગ્નેયને કશું સમજાયું નહીં.

વ્યોમે તેનાં ચહેરા પરનાં ભાવ કળતા કહ્યું, “આપણે બંને એકબીજા સાથે એટલા સહજ ક્યારેય નહોતા અને કદાચ થઇ પણ ન શકીએ પણ, આ સાગરિકા જ્યાં સુધી વચ્ચે છે ત્યાં સુધી આપણું એકબીજા સાથે કોઈક કનેક્શન તો રહેવાનું જ.આજે તમારી દોસ્તીમાં એક ઈન્ટરવલ ફાઈનલ જ છે એ એવું જાણતી હતી એટલે તેણે જ મને અહીં મોકલ્યો છે એ કહેવા માટે કે, આ માત્ર એક ઈન્ટરવલ જ છે, ધી એન્ડ નહીં અને તને જયારે પણ જરૂર પડે ત્યારે અમારા ઘરે આવી શકે છે પણ, એ પહેલ કરીને સામેથી ક્યારેય તને મળશે નહીં.”

અગ્નેય માટે આ તદ્દન અનપેક્ષિત હતું.

વ્યોમે વાત આગળ વધારી, “તને તો ખબર જ છે કે એ દરેક મામલામાં કેટલી ક્લીયર હોય છે. આજે પણ તું તેને માટે કેટલો ખાસ છે અને એ તને છોડી નહીં જ શકે એ બાબતે બહુ ક્લીયર છે અને મને હવે એ સમજાઈ ગયું છે કે, તું કદાચ તેને માટે કંઈ ફીલ કરતો હોય તો એ સહજ છે. તમે બંને વર્ષોથી એકબીજાને ઓળખો છો અને સાગરિકા છે જ એવી કે કોઈને પણ ગમી જ જાય. એ જયારે કોઈની સાથે હોય ત્યારે, સો ટકા તેની જ સાથે હોય છે. તેની આ પ્રામાણિકતા અને સેલ્ફ્લેસ થઇ જવાની કળા આપણા સૌને માટે તેને ચાહવાનું કારણ છે એ હું જાણી ગયો છું. બાકી, એક નંબરની રોકડું પરખાવનારી છે મારી વાઈફ એટલે તને કે મને જે હશે એ મોઢે જ કહેશે તો, આગળની બહુ ચિંતા ન કરીને આપણે આ સ્ટેન્ડ બાય મોડ ચાલુ રાખીએ તો કેવું? કંઈ સપોર્ટની જરૂર પડે ત્યારે કહેજે હવે અમે બંને છીએ તારી સાથે.બાકી, તું તારે ત્યાં બધું સેટલ કર એટલું બધું સોર્ટ આઉટ થઇ જશે.”

અગ્નેય તો અંદરથી હળવો થઇ ગયો. બંને કોફી પૂરી કરી અને છુટ્ટા પડ્યા.

ઘરે જતી વખતે ગાડીમાં આજે ઘણાં સમયે એફએમ રેડિયો ચાલુ કર્યો. રેડિયોમાં આવતું ગાયન અગ્નેય અને વ્યોમ બંને માટે એક સરખી રીતે સાચું હતું…

Like it? Hit stars below, or check this gujarati story by Vicky Trivedi.

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

6 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest