કહેવતો અને રુઢિપ્રયોગો માત્ર વાક્પટુતા જ પ્રદાન કરે છે તેવું નથી પરંતુ, એ આપણને વ્યવહારકુશળ પણ બનાવે છે. ઉપરાંત, સામાન્ય જ્ઞાન કે બુદ્ધિ-ચાતુર્ય વધારવામાં પણ તેનું યોગદાન ઓછું ન જ આંકી શકાય. અહીં Wekly Quizzes સ્વરૂપે અમે વાચકોને ચલણમાંથી ઓછી થઇ રહેલ વિવિધ કહેવતો વડે અવગત કરાવીએ છીએ. તો, આપ પણ માણો આ ઓગસ્ટ મહિનાની Wekly Quiz નાં જવાબમાં અલગ-અલગ કહેવતો અને તેના પ્રયોગો.
