ચાણકય અનુસાર, “એક શિક્ષક કદી સાધારણ નથી હોતો અને સર્જન હોય કે વિનાશ બંને તેનાં હાથમાં જ રહેલ છે!” વિદ્યાર્થીઓને ‘કેમ શીખવું’ એ તો લગભગ દરેક પ્રશિક્ષક કહી શકે છે પણ, ‘શું શીખવું’ એ ચિંધનાર જ બને છે ખરો શિક્ષક! એક સાધારણ શિક્ષક શીખવે છે જયારે કે એક અસાધારણ શિક્ષક જગાડે છે… આપને પણ મળ્યા હોય કોઈ આવા જ વિરલ મહામાનવો તો, મને લખી જણાવશો ને?
