“हिंदी यही, जय हिंद यही है, प्रेम-पुजारिन हिंदी| इसके एक नयन में गंगा, दूजे में कालिंदी| अंतर्धारा के संगम पर, इसने मिसरी घोली| धरती-जाई भाषा अपनी, जननी, अपनी बोली।” विरेन्द्र मिश्र जी की ये पंक्तियाँ काफ़ी है हमें समजाने के लिए कि ‘हिंदी’ हमारे लिए क्या और क्यों है!?
બહુ જૂની પ્રતિભાઓને એટલું નથી અનુસરી શકી પણ, મારા જીવનમાં જો એક વ્યક્તિ વિશેષ તરીકે માનપૂર્વક સ્વીકારેલ વ્યક્તિત્વની વાત કરું તો એ છે સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઈજી. એમણે દેશને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યો છે અને આજની તારીખે એમનું જે પ્રદાન છે તે એમને અને રાષ્ટ્રને તારીખોમાં અમર કરે છે.
આજે 14મી સપ્ટેમ્બર છે, આપને માટે આ તારીખ શું છે એ હું બહુ સ્પષ્ટ ન કહી શકું પરંતુ, આપણા રાષ્ટ્ર માટે આજે રાષ્ટ્રભાષા ‘હિંદી દિવસ’ છે! સોશિયલ મીડિયાને ધન્યવાદ કહેવાનો સમય:!!(ન મામા કરતા કાણા મામા શું ખોટા? એ જેટલાએ આજે હિંદી દિવસની પોસ્ટ્સ મૂકી એમને માટે સાભાર!!) તો, આજના આ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બર 1977 ના રોજ બાજપાઈજી એ યુએન ની જનરલ એસેમ્બલીમાં ભારત તરફથી હિંદીમાં સર્વપ્રથમ વક્તવ્ય કર્યું અને આમ કરીને તે રાજનેતા તરીકે અને ભારત એક રાષ્ટ્ર તરીકે સદાકાળને માટે ઇતિહાસનાં પાને અંકિત થઇ ગયું! (પણ, રાજનીતિ નડે એટલે સ્વામી વિવેકાનંદ બાદ જેટલા પણ લોકોએ વિદેશમાં ભારતને રાષ્ટ્ર તરીકે ગૌરવાન્વિત કર્યું છે તેમની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. (નોબેલ પુરસ્કાર અને ઓસ્કાર એવોર્ડ બે જ નોંધનીય ગણાવા લાગ્યા ત્યારથી જ!!) આ તો,ગૂગલની જય કરો કે આપને આ માહિતી સવિસ્તાર મળી શકશે)
પણ, આપણે અહીં હંમેશા નવો એન્ગલ જોઈએ છીએ ને? મારે માટે ‘ગઈ તિથી વાંચવી’ વર્જ્ય છે (તમને કહેવતો આવડતી હશે તો આ સમજાશે!) એટલે આપણે આવનારી પેઢી માટે કંઇક કરવાનું એ જ આશય સાથે, આજે હિંદી દિવસ નિમિત્તે મારી પાસે તમારા માટે હિંદીની અમુક ઉત્કૃષ્ટ બાળ-કવિતાઓ છે. આપ બાળપણમાં આમાંથી અમુકનાં સંપર્કમાં આવ્યા પણ હશો. અને ન પણ વાંચી હોય તો પોતાના બાળકો અને વડીલો સાથે તેનો આસ્વાદ લો.
વાંચીને તૃપ્તિ ન અનુભવાય તો મને લખજો… બાકી, તમે સાહિત્યનાં અંગ્રેજીનાં કહેવાતા ક્વોટ્સ, સ્થાનિક ભાષામાં કે ઉર્દૂ તરીકે વપરાતી હિન્દીમાં જ તુકબંધી સમાન શાયરીઓ વગેરે વાંચીને એમ માનો કે આહાહા! મજા આવી તો, મારે તમને આજે અનુભવ કરાવવો છે કે, ખરેખર મજા આવી કોને કહેવાય… કોઈ ચેલેન્જ નથી પણ, શાતા વળે એવી લાગણી જ છે! અનુભવી જુઓ… દરેક રીતે સમૃદ્ધ જ થશો!! બાળકોને અર્થ સહીત સમજાવશો તો એ પણ હોંશે-હોંશે ગાતા થશે… હિંદીની આટલી સેવા તો આપણી ફરજમાં પણ આવે, ખરું ને? આપને પણ હિંદી સમજવામાં અગવડ પડતી હોય તો સમજવું કે વધુ વાંચવાનો સમય પાકી ગયો છે…
તો, ચાલો नेकी और पूछ-पूछ?? વાંચીએ…
१. चाँद का कुर्ता
हठ कर बैठा चाँद एक दिन, माता से यह बोला,
‘‘सिलवा दो माँ मुझे ऊन का मोटा एक झिंगोला।
सनसन चलती हवा रात भर, जाड़े से मरता हूँ,
ठिठुर-ठिठुरकर किसी तरह यात्रा पूरी करता हूँ।
आसमान का सफर और यह मौसम है जाड़े का,
न हो अगर तो ला दो कुर्ता ही कोई भाड़े का।’’
बच्चे की सुन बात कहा माता ने, ‘‘अरे सलोने!
कुशल करें भगवान, लगें मत तुझको जादू-टोने।
जाड़े की तो बात ठीक है, पर मैं तो डरती हूँ,
एक नाप में कभी नहीं तुझको देखा करती हूँ।
कभी एक अंगुल भर चौड़ा, कभी एक फुट मोटा,
बड़ा किसी दिन हो जाता है, और किसी दिन छोटा।
घटता-बढ़ता रोज किसी दिन ऐसा भी करता है,
नहीं किसी की भी आँखों को दिखलाई पड़ता है।
अब तू ही ये बता, नाप तेरा किस रोज़ लिवाएँ,
सी दें एक झिंगोला जो हर रोज बदन में आए?’’
२. ऊँट गाड़ी
ऊंटों का घर रेगिस्तान-
फैला बालू का मैदान ।
वहां नहीं जाती है घास,
पानी नहीं, लगे यदि प्यास ।
कहीं-कहीं बस उग आती है
छोटी झाड़ी काँटे-दार,
भूख लगे तो ऊँटराम को
ना पड़ता हो लाचार ।
चलते – चलते दो ऊँटों ने
आपस में की एक सलाह;
कहा एक ने चलें बम्बई ।
कहा दूसरे ने भई वाह!
चलते – चलते चलते – चलते
दोनो’ पहुँचे सागर – तीर;
लोग देखकर उनको बोले
इनका कैसा अजब शरीर ।
छोटा-सा सिर, लम्बी गर्दन,
लम्बी टाँगें? उचकल चाल ।
नन्ही-सी दुम, पीठ तिकोनी,
सब तन पर बादामी बाल ।
देख जानवर यह अजूबा ।
सूखा लोगों को खिलवाड़ ।
खूब रहेगा जो खिंचवाएं ”
इनसे गाड़ी पहिएदार ।
‘अब जुत गाड़ी में ऊँटराम’
रहे खींचते इस-उस ओर,
लद गाड़ी में नौ-दस बच्चे
हंसते, गाते, करते शोर ।
३. ओला
एक सफेद बड़ा-सा ओला,
था मानो हीरे का गोला!
हरी घास पर पड़ा हुआ था,
वहीं पास मैं खड़ा हुआ था!
मैंने पूछा क्या है भाई,
तब उसने यों कथा सुनाई!
जो मैं अपना हाल बताऊँ,
कहने में भी लज्जा पाऊँ!
पर मैं तुझे सुनाऊँगा सब,
कुछ भी नहीं छिपाऊँगा अब!
जो मेरा इतिहास सुनेंगे,
वे उससे कुछ सार चुनेंगे!
यद्यपि मैं न अब रहा कहीं का,
वासी हूँ मैं किंतु यहीं का!
सूरत मेरी बदल गई है,
दीख रही वह तुम्हें नई है!
मुझमें आर्द्रभाव था इतना,
जल में हो सकता है जितना।
मैं मोती-जैसा निर्मल था,
तरल किंतु अत्यंत सरल था!
एक रोज जब दोपहरी थी,
मेरे पास छाँव गहरी थी|
रवि ने अपना हाथ बढ़ाया,
और गगन में मुझे उठाया|
देखने लगा मै रवि की छवि को,
सुरगण मुझे देखने आये,
दिव्य नगाड़े थे बजाये|
भूतल से जो उठा गगन में,
गर्व हुआ मेरे मन में|
मुझे क्रूरता ने आ घेरा,
तब देवों ने कहा वहाँ पर,
क्रूरों का क्या काम यहाँ पर?
देकर मुझे पावँ का झटका,
पवन देव ने नीचे पटका|
पड़ा पड़ा पछता रहा हूँ,
हरी घास में घुला जा रहा हूँ|
४. लड्डू ले लो
ले लो दो आने के चार
लड्डू राज गिरे के यार
यह हैं धरती जैसे गोल
ढुलक पड़ेंगे गोल मटोल
इनके मीठे स्वादों में ही
बन आता है इनका मोल
दामों का मत करो विचार
ले लो दो आने के चार।
लोगे खूब मज़ा लायेंगे
ना लोगे तो ललचायेंगे
मुन्नी, लल्लू, अरुण, अशोक
हँसी खुशी से सब खायेंगे
इनमें बाबू जी का प्यार
ले लो दो आने के चार।
कुछ देरी से आया हूँ मैं
माल बना कर लाया हूँ मैं
मौसी की नज़रें इन पर हैं
फूफा पूछ रहे क्या दर है
जल्द खरीदो लुटा बजार
ले लो दो आने के चार।
अस्तु||
આપને સંગ સમૃદ્ધ થયાનો આનંદ છે! બાકી, સંસ્કૃત આપણી નાની અને માતૃભાષા આપણી મા હોય તો, રાષ્ટ્રભાષા તો આપણી ઇષ્ટ દેવી બનવી જોઈએ ને?
Hello Swati,
મજા આવી ગઈ આ લેખ વાંચીને. અટલજી વિશે નો વિચાર નોંધનીય છે. અવલોકન ખૂબ જ સચોટ છે. રાજકીય મહત્વાકાંક્ષા ઓ ને લીધે એમના અટલજી એ ભારત ને રાષ્ટ્ર તરીકે વિશ્વ ફલક પર જે રીતે પ્રસ્તુત કર્યું છે એની યોગ્ય કદર નથી થઈ શકી.
અને આ હિન્દી કવિતાઓ વાંચીને બાળપણ યાદ આવી ગયું. મનમાં જ આ કવિતા રાગ સાથે ગાઈ ને વાંચી. બહુ મજા આવી.
હિન્દી દિવસ પર હિન્દી સાથે આ લેખ જાદુઈ અસર કરી ગયો છે.
વિષય અનુરૂપ નવીનતમ અંદાજ માં પ્રસ્તુતિ પ્રશંસા પાત્ર છે.
મજા આવી ગઈ વાંચીને :)
મારા પ્રયત્નોને આટલા મનથી બિરદાવવા બદલ દિલથી આભાર!