કહેવતો અને રુઢિપ્રયોગો એટલે કે મુહાવરા મનુષ્યનાં સ્વભાવ, વૃત્તિ, તેનાં ઉછેર, વર્તન અને એ સ્ત્રી કે પુરુષ તરીકે કેવી લાક્ષણીકતા ધરાવે છે એ બધું જ નાના છતાં, સચોટ વાક્યોમાં આયનાની જેમ પરાવર્તિત કરે છે. અમારી Weekly Quiz આપ સૌ વાચકમિત્રોને તેનાથી પરિચિત થવાનો મોકો આપે છે. સાથે આકર્ષક ઇનામ પણ આપની રાહ જુએ છે.. તો, જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટે તૈયાર છો ને?
કહેવતો કે રુઢિપ્રયોગો ભાષાને સમૃદ્ધ બનાવે છે. તેની ઉત્પતિ કે મૂળમાં જે-તે પ્રદેશનાં લોકોની જાતી-જ્ઞાતિ, સ્વભાવ, આદતો, જીવન વિશેની ફિલસુફી કે એમનું જીવનદર્શન રહેલા હોય છે. દરેક કહેવત કે રૂઢીપ્રયોગનાં બનવા અને પ્રચલિત થવા પાછળ કોઈ વિશિષ્ટ બનાવ, ઘટના કે કથા રહેલી હોય છે. અને માત્ર ગુજરાતી ભાષા માટે જ આ સાચું છે એવું નથી, દુનિયાની લગભગ દરેક ભાષા અને સંસ્કૃતિમાં બનેલી અને આજ દિવસ સુધી ઉપયોગમાં લેવાતી લોકોક્તિઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે.
આજનાં આ ભાષાઓની ભેળસેળનાં જમાનામાં ધીમે-ધીમે આ લોકોક્તિઓ, કહેવત કે રુઢિપ્રયોગોનું ચલણ ઓછું ચોક્કસ થયું છે છતાં, સાવ ભૂંસાયું નથી અને ભૂંસાઈ શકે પણ નહીં. (મૂળ જેટલા ઊંડા, વૃક્ષ તેટલું જ મજબૂત, ખરું ને?) તો, આ કહેવતો અને રુઢિપ્રયોગોનાં વારસાને જાળવવા અને સાથે જ નવી પેઢીને તેનાંથી પરિચિત કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ એટલે અમારી Weekly Quiz!
આપ સૌ વાચકો આ Quiz માં ઉત્સાહભેર ભાગ લઇ અને એ માણી રહ્યા છો તેનો આનંદ છે મને. અને હા, સાચા જવાબોની સંખ્યા જોઈ, ભાષા પ્રત્યેનાં આપના લગાવને જોઈ વિશેષ આનંદ થાય છે.
તો, નવા જોડાયેલા વાચકો તેમજ વિષયમાં રસ ધરાવતા છતાં, કહેવતો કે રુઢિપ્રયોગોનાં અર્થથી અવગત નથી તેવા યુવા વાચકો માટે જુલાઈ મહિનાની Quiz ના ઉત્તર આપું છું.. આશા છે આપને વાંચવા ગમશે.
Week 1 – Quiz Party – Win ₹2350 off on Amazon 3rd Gen Eco Dot
જુલાઈ મહિનાનાં પહેલા weekend પર અમે લઈને આવેલ કુલ 3 પ્રશ્નો કે જેનાં ઉત્તર આપને માત્ર જ્ઞાન જ નહીં પરંતુ, સાથે જીતાડે છે AMAZON 3RD GEN ECHO DOT પર રૂ. 2350 ની છુટ.
ખૂબ જૂની અને પ્રચલિત લોકોક્તિ એટલે “સંઘર્યો સાપ પણ કામ આવે.” આ નાનકડું વાક્ય આપણી સંસ્કૃતિની બચતની ફિલસુફી કેટલી સરસ રીતે સમજાવી જાય છે! બચાવીને કે સંગ્રહીને રાખેલી સાવ નક્કામી લગતી ચીજ પણ ક્યારેક અણીના સમયે, કલ્પના પણ ન કરી હોય તે રીતે ઉપયોગી બને છે. એટલે આજનાં આ બધું જ રિપ્લેસ કરી નવું લાવવાનાં જમાનામાં જુનું, સંગ્રહેલું કંઈ ક્યારે ઉપયોગી બને તે નક્કી નહીં.
આવો જ અર્થ ધરાવતું એક બીજું વાક્ય પણ હજુ આપને વડીલોનાં મોઢે સંભાળવા મળશે કે, ‘ચપટી ધૂળની પણ જરૂર પડે’ એટલે કે, કોઈની સાથે સંબંધ એટલા બધા ન બગડી નખાય કે ભવિષ્યમાં કામ પડે તો, એમની પાસે મદદ પણ ન માગી શકીએ.
બીજા પ્રશ્ન તરીકે રજૂ થયેલ મુહાવરો લગભગ દરેક ટીનએજરને ક્યારેકને ક્યારેક સાંભળવા મળેલ હશે જ. “શેઠની સલાહ/શિખામણ ઝાંપા સુધી.” કોઈએ આપેલી સલાહ કે શિખામણ થોડા સમયમાં જ ભૂલી જવી એવા અર્થવાળો આ મુહાવરો લગભગ દરેક વર્ગનાં કે વયજૂથના લોકો માટે સાચો છે.
હવે, ત્રીજો પ્રશ્ન થોડો અઘરો હતો.
ગુજરાતીમાં જ ‘પથ્થર ઉપર પાણી’ કે પછી હિન્દીમાં ‘भैंस के आगे बिन बजाना’ જેવા મુહાવરા પણ આ જ શિક્ષા રજૂ કરે છે.
‘શેરને માથે સવા શેર’ આ કહેવત ન સાંભળી હોય તેવું ભાગ્યે જ કોઈક હશે, સાચું ને? કોઈ વ્યક્તિ બળ, બુદ્ધિ, સમૃદ્ધિ કે પછી લાયકાતમાં ઉચ્ચ કક્ષાનું હોય પરંતુ, જો તેનાથી પણ સવિશેષ ગુણવાન કે પછી ચઢિયાતું બીજું કોઈ મળે ત્યારે આ વાક્યપ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે.
સામાન્ય રીતે કોઈનો અહં ભાંગવાનો મોકો મળ્યો હોય અને અહંકારી વ્યક્તિથી ચઢિયાતું કોઈ તેને માત આપે ત્યારે વિશેષ રીતે આ કહેવત ઉપયોગમાં લેવાય છે.
Many friends who participated in the first Weekly Quiz of the month of July, answered correctly. Through an automated draw, my wonderful reader Mamta Thumbar has won this Quiz.
Having the second weekend approaching, we reached our readers with another interesting Weekly Quiz. The quiz comprised of 3 gripping questions that were some Gujarati proverbs or idioms.
Week 2 – Quiz Party – Win ₹2000 off for Wireless Speaker by Noise
શું લાગે છે આ વખતની quiz સરળ હશે કે મુશ્કેલ?? જૂની છતાં માર્મિક કહેવતો એટલે આપણા આ અઠવાડિયાનાં પ્રશ્નો તો, ચાલો જલ્દીથી જવાબ સબમિટ કરો છો ને?
‘દગો કોઈનો સગો નહીં.’ દગો કરનાર વ્યક્તિ સગપણ જોતો નથી, ફાયદો ઉઠાવવાની વૃત્તિવાળા વ્યક્તિ, નજીકનાં સગાં-સંબંધીઓને છેતરવાનું અને ચુકતા નથી, આ સાથે જ દગો કરનાર વ્યક્તિ પોતાનું પણ અનિષ્ટ જ નોતરે છે એ પણ હકીકત છે. આટલી ગહન વાત એક સરળ વાક્ય વડે આપણા માટે એક શિક્ષા તરીકે છોડી ગયા છે આપણા પૂર્વજો. છે ને અદ્ભુત વાત?
માત્ર આપણે ત્યાં જ આવા જીવનદર્શન સમાન વાક્યો છે તેવું નથી. એક અંગ્રેજી કહેવત છે જે બરાબર આ જ અર્થ રજૂ કરે છે.. ‘Frost and fraud both end in foul. એટલે કે, ઝાકળને બદલે પાક પર થીજી જતું હિમ અને દગો એ હંમેશા અનિષ્ટ જ લાવે છે.
‘યથા રાજા તથા પ્રજા.’ ખરેખર સંસ્કૃતમાંથી ઉતારી આવેલ આ લોકોક્તિ, હિન્દી તેમજ ગુજરાતી બંને ભાષામાં આ જ સ્વરૂપમાં વપરાય છે.
સરળ શબ્દોમાં જેનો અર્થ છે કે ગામ, કટુંબ કે પરિવારનો મોભી કે વડો જે પ્રકારનું વર્તન કે ચરિત્ર દર્શાવશે, તેનાં અનુગામીઓ પણ ચોક્કસ તેનું જ અનુકરણ અને અનુસરણ કરશે.
‘વડ તેવા ટેટા અને બાપ એવા બેટા’ પણ મહદ્દ અંશે આ જ અર્થ રજૂ કરતી કહેવત છે.
‘માગ્યા વગર મા પણ ન પીરસે.’ કોઈ પાસે મદદ ની અપેક્ષા હોય તો, સામેથી મદદ માગવી જ રહી બાકી, લોકો સમજે અને તમને મદદ કરવા આવે એ માત્ર ખયાલ જ છે. આવો સચોટ અર્થ ધરાવતી લોકોક્તિ એટલે આપણી quiz નો આ ત્રીજો પ્રશ્ન. તમને જમતી વખતે હજી ભૂખ છે કે નહીં, એ તમે જાતે જ નક્કી કરો અને વધુ ભોજનની માંગણી કરો તો જ મા તમને પીરસે એ તર્કશુદ્ધ હકીકત છે. એવું જ મદદ માટે પણ અક્ષરશ: સાચું છે.
મા અને પીરસવા સાથે સંબદ્ધ બીજી એક કહેવત છે કે, ‘મોસાળે જમણ અને મા પીરસનાર’ જેનો સીધો અર્થ છે દરેક પ્રકાની અનુકુળતા હોવી. છતાં, આપણી પ્રશ્નમાં આપેલી કહેવત સાથે શબ્દોની સમાનતા સિવાય તેનો કોઈ સીધો સંબંધ નથી.
આ ત્રણેય પ્રશ્નોનાં સાચા ઉત્તર આપનાર દરેક વાચકમિત્રને અભિનંદન. સાથે જ ડ્રો માં નામ પસંદગી વડે વિજેતા બનવા બદલ Ankit Patel ને વિશેષ અભિનંદન!
Week 3 – Quiz Party – Win ₹1500 off on Corseca Wireless Earbuds
આ અઠવાડિયે ૩ ગુજરાતી કહેવતો તૈયાર છે પ્રશ્નો તરીકે.
અને હા, તેના સાચા જવાબ આપને માત્ર જ્ઞાન કે સંતોષ જ નથી આપતા પરંતુ, Weekly Quiz નાં વિજેતા વાચક જીતશે રૂ. 1500નું એક ગીફ્ટ વાઉચર પણ…
‘દુઃખનું ઓસડ દહાડા.’ આપણા દરેકના ઘરમાં વડીલો આ ફિલસુફીના આધારે જ જીવનમાં આવતી દરેક વિકટ પરિસ્થિતિનો સામનો કરતા આવ્યા છે અને આપણને પણ આ જ સોનેરી શબ્દો વડે સધિયારો આપતા હોય છે, સાચું ને?
There is an English saying, ‘Time is the best healer.’ having the same meaning as the Gujarati proverb given here.
However difficult the situation might be, but it gradually fades away as time passes. પરિસ્થિતિ કે સંજોગો ગમે તેટલા વિકટ કે મુશ્કેલ હોય, પસાર થતા સમય સાથે, ધીમે-ધીમે તેની અનુભૂતિ ઓછી કે ઝાંખી થતી જાય છે અને આમ જ મનુષ્ય દુઃખ વેઠતાં તેમજ તેમાંથી બહાર આવતા શીખે છે.
‘મન ચંગા તો, કથરોટમેં ગંગા.’ સાધારણ માણસો સમજી શકે તેવા સરળ શબ્દોમાં જીવનનો બહુ મોટો સબક શીખવે છે આ કહેવત. ઊંચા નૈતિક મૂલ્યોનું મહત્વ આ એક જ વાક્ય ખૂબ સહજ રીતે રજૂ કરે છે.
મનથી શુદ્ધ છે, એમનું આચરણ પણ શુદ્ધ હોવાનું અને આવા આંતરિક રીતે જ શુદ્ધ લોકોને પુણ્યશાળી બનવા માટે કોઈ યાત્રા કરવાની જરૂર રહેતી નથી. એમનું મન સ્વયં જ તીર્થધામ છે.
નૈતિકતા શીખવા માટે કંઈ કોઈ યુનીવર્સીટી જવાની જરૂર નથી. આવા સુવાક્યો ગ્રહણ કરી શકીએ તો, આપોઆપ જ ઉચ્ચ ચરિત્રનું ઘડતર થતું રહે છે.
‘સોના કરતાં ઘડામણ મોંઘું.’ કોઈ કિંમતી વસ્તુનો રખરખાવ તેની મૂળ કિંમત કરતાં પણ મોંઘો પડે ત્યારે આ કહેવત પ્રયોજવામાં આવે છે. સોનું પોતે જ કિંમતી ધાતુ છે એટલે મોંઘું છે પરંતુ, તેને ઘડાવી ઘરેણાં બનાવીએ તો, એ ઘરેણું બનાવવાનું મહેનતાણું તેની કિંમત ઓર વધારી દે છે અને ઘરેણું, સોનાનાં મૂલ્ય કરતાં પણ વધુ મોંઘુ સાબિત થાય છે.
ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે, બરાબર આ જ અર્થ ધરાવતી વધુ એક કહેવત છે ‘ગજની ઘોડીને સવા ગજનું કાઠું.’ એટલે કે, વસ્તુ કરતા, તેની જાળવણી વધુ મોંઘી.
આ વખતની Quiz નાં બધા જ સવાલોનાં સાચા જવાબ આપી વિજેતા બન્યા મારા વ્હાલા વાચકમિત્ર Kashmira Raichada! આટલી જૂની કહેવતો જાણતા હોવા માટે તેમજ વિજેતા બનવા બદલ એમને ખૂબ-ખૂબ અભિનંદન!
વરસાદ પડ્યા પછી તરસી જમીન જેટલી ત્વરાથી પાણી શોષી લે, એટલી ઝડપથી આ જુલાઈ મહિનો પસાર થઇ ગયો અને આવી ગયું ચોથું અઠવાડિયું.. સાથે જ આવી ગઈ આ ચોથી Weekly Quiz!
Week 4 – Quiz Party – Win Coupon worth ₹700 on Leaf wireless headphones
સ્પર્ધા કરીએ, વિજેતા બનીએ અને કોઈક પુરસ્કાર જીતીએ અને જે આનંદ થાય એ માત્ર જ્ઞાન મેળવીને ન થાય ને? પેલું કહે છે ને કે, ‘ભૂખે ભજન ન થાય ગોપાલા…’ તો, આ અઠવાડિયાના વિજેતાને મળશે Leaf wireless headphones પર રૂ.700 ની છૂટ!
‘ભાવતું હતું ને વૈદ્યે કહ્યું, દોડવું હતું ને ઢાળ મળ્યો.’ એકસમાન અર્થવાળા આ બંને વાક્યો ક્યારેક એક વાક્ય તરીકે જ વાંચ્યાનું યાદ છે. કોઈ પરિસ્થિતિ આપણને અનુકુળ લગતી હોય અને પાછું જેની સલાહ લઈએ એ પણ બરાબર એ જ સૂચવે એ સંદર્ભમાં વપરાતી લોકોક્તિ છે આ, જે ઘણી જ પ્રચલિત પણ છે.
ભણવા જવાની આનાકાની કરતા બાળકને અચનાક ખબર પડે કે કોઈ કારણસર શાળાએ જ રજા જાહેર કરી છે તો, એ પ્રસંગે આ ઉક્તિનો ઉપયોગ એકદમ યથાર્થ ઠરે છે.
શાળાની વાત કરીએ છીએ તો, આ બીજો પ્રશ્ન એક એવો જ રૂઢીપ્રયોગ છે ‘મહેતો (માસ્તર) મારે પણ નહીં ને ભણાવે પણ નહીં’ આ રૂઢીપ્રયોગ નો સરળ અર્થ એ છે કે, જે-તે કામમાં નિર્ણય લઇ શકવાની સત્તા મળી હોવા છતાં, પોતાને એ કામમાં રૂચી ન હોવાને કારણે વ્યક્તિ એ કામનું સારું પાસું કે પછી તેની નબળી બાજુ બધું જ નજરઅંદાજ કરી, બધું જેમનું તેમ ચાલવા દે. ભણાવવામાં રૂચી ન હોય તેવી વ્યક્તિ શિક્ષક બને તો, એ વિદ્યાર્થીઓને મારે પણ નહીં કે ભણાવે પણ નહીં.
(અહીં ‘મહેતો’ એ કોઈ અટક કે સરનેમ માટે પ્રાયોજિત નથી પરંતુ, જુના સમયમાં શિક્ષક એટલે કે માસ્તર કે કારકૂન માટે મહેતાજી શબ્દ પ્રયોજાતો તેનાં સંદર્ભમાં કહેવાયું છે, જે સ્હેજ.)
આવા વલણ માટે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે, ‘કરતા હો તે કરો ને, છાશની દોણી ભરો!’
જુલાઈ માસની Weekly Quizzes નો છેલ્લો પ્રશ્ન એટલે ખૂબ જાણીતી લોકોક્તિ…
‘નાણાં વિનાનો નાથિયો ને નાણે નાથાલાલ.’ આધુનિક સમાજમાં વ્યક્તિ તરીકે માણસનાં ગુણ કે મૂલ્યોનાં આધારે તેની પાત્રતા આંકવામાં નથી આવતી પરંતુ, તેની સમૃદ્ધિ કે તેની સંપતિ વ્યક્તિની લાયકાતનું પ્રમાણપત્ર બન્યા છે. વ્યક્તિ તરીકે તમારો અંગત પરિચય ન હોય તેવા લોકો માત્ર અને માત્ર તમારા ભૌતિક દરજ્જા કે હેસીયાતને જ માન આપે છે.
અહીં આપેલી લોકોક્તિ તેની પુષ્ટિ કરે છે કે, જ્યાં સુધી પૈસા પાસે નથી ત્યાં સુધી નાથા ને લોકો નાથિયો જેવા તુચ્છકાર વડે સંબોધે છે પરંતુ, જયારે સંપતિ તેને સંગે આવી ચઢે છે એ જ ક્ષણથી નાથો, નાથાલાલ જેવા માનવાચક સંબોધનનો અધિકારી બની જાય છે.
ઘણાં મિત્રોએ Quiz માં ભાગ લઇ સાચા જવાબો આપ્યા છે. My ardent reader Chirag Dave has been picked as the winner of the quiz winning Rs. 700 on Leaf wireless headphones!
Congratulations!
Hope you enjoyed all the Weekly Quizzes for the month of July 2022. Prepare yourself for another round of quizzes the next month. We promise for more thrill and fun with another sets of interesting questions as well as more exciting prizes.
Don’t forget to bring along friends family. Help them participate in these quizzes by sharing it with them and in return, they’ll help you by enhancing the chance of winning them.
Keep reading, Keep participating and Have fun!