Weekly Literature Quizzes And Answers – August 2022

weekly literature quiz swatisjournal august22 - swati's Journal short story

કહેવતો અને રુઢિપ્રયોગો માત્ર વાક્પટુતા જ પ્રદાન કરે છે તેવું નથી પરંતુ, એ આપણને વ્યવહારકુશળ પણ બનાવે છે. ઉપરાંત, સામાન્ય જ્ઞાન કે બુદ્ધિ-ચાતુર્ય વધારવામાં પણ તેનું યોગદાન ઓછું ન જ આંકી શકાય. અહીં Wekly Quizzes સ્વરૂપે અમે વાચકોને ચલણમાંથી ઓછી થઇ રહેલ વિવિધ કહેવતો વડે અવગત કરાવીએ છીએ. તો, આપ પણ માણો આ ઓગસ્ટ મહિનાની Wekly Quiz નાં જવાબમાં અલગ-અલગ કહેવતો અને તેના પ્રયોગો.

આ ઓગસ્ટ મહિનો ખુબ મજેદાર રહ્યો. આ મહીને ચાર Weekly Quiz માં વ્હાલા વાચકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ વિજેતા વાચકો તો, સરસ મજાના પુરસ્કાર પણ જીત્યા. ચાલો, તમારે આ આખા મહિનાની Quiz ના જવાબ પણ જાણવા હશે ને? સાથે જ વિજેતા વાચકોનાં નામ જાણીને તેમને અભિનંદન પણ આપજો.. હો ને?


Week 1 – Quiz Party – Win 70% off on Skullcandy wireless headphones

weekly quizzes august 1 swatisjournal

ઘણાં વાચકો અમને લખી જણાવે છે કે, એમને પુરસ્કાર પસંદ પડ્યા છે. તો, પહેલા જ અઠવાડિયે ઘણા વાચકમિત્રો એ 3 સરળ એવી ગુજરાતી કહેવતો કે જે પ્રશ્ન તરીકે રજૂ કરવામાં આવેલી, તેના સચોટ જવાબ આપ્યા અને સાથે જ વિજેતા બનેલ વાચક જીતી ગયા 70% OFF TRUE WIRELESS HEADPHONES પર. બોલો, છે ને મજાની વાત?

gujarati idiom question 11 swatisjournal હા, હા, ઘણા વાચકમિત્રો કહેવતોનાં જવાબની રાહ જુએ છે ખરું ને?

તો, પહેલો પ્રશ્ન હતો, ‘…….. ચુક્યો સો વર્ષ જીવે’. જવાબ છે – અણી ચુક્યો સો વર્ષ જીવે.

હવે તમે પૂછશો કે અર્થ શું આનો?

તો મિત્રો, આ તો એક ખુબ પ્રચલિત ગુજરાતી કહેવત છે. જેનો સરળ અર્થ એ કે, એક વખત વ્યક્તિ કોઈ મુસીબત કે આફતથી બચી જાય તો પછી તેને સરળતાથી નુકસાન થતું નથી.
એ તો અત્યંત સ્વાભાવિક વાત છે ને કે, જે વ્યક્તિ મુસીબતમાંથી પસાર થઇ ગયા હોય એ પછીથી આગળ વધતા સાવચેતી જ રાખશે. પેલું કહે છે ને કે, “દુધનો દાઝ્યો, છાશ પણ ફૂંકીને પીવે.” અને એ જ ન્યાયે, “ચેતતા નાર સદા સુખી.”

અરે, આ તો બીજી બે કહેવત જાણવા મળી, ખરું ને? પછી, બીજો પ્રશ્ન આમ તો સરળ હતો પણ કદાચ વધુ પ્રચલિત નથી રહ્યો એટલે ઘણાં વાચકોને આ પ્રશ્ન થોડો અઘરો લાગ્યો.

gujarati idiom question 21 swatisjournal પ્રશ્ન હતો, ‘છીંડે ચઢ્યો તે ….. ‘.

અને જવાબ હતો – છીંડે ચઢ્યો તે ચોર.

અગાઉનાં સમયમાં, છાપરા કે નળિયા વડે ઘર આચ્છાદિત કરવામાં આવતું એટલે, તેમાં છીંડું (મોટું કાણું) કરીને ચોર કે લુંટારા તેમાંથી દાખલ થઇ અને માલમત્તા ચોરી જતાં. પણ, વ્યવસ્થા તો આજે છે એવી જ ત્યારે પણ હતી કે, જે પકડાઈ જતો એ જ અપરાધી ગણવામાં આવતો.

એટલે એ મુજબ આ કહેવત બની હશે કે, જે છીંડે ચડેલ દેખાય કે પકડાય તેને જ ચોર ગણવો, બાકી એ સમયમાં શાહુકારો પણ વ્યાજનાં નામે લોકોને લુંટી જ રહેલા પણ, એ છીંડે ચઢેલ ન દેખાય ને? તો, જે ગુનો કરતા પકડાય તેને જ અપરાધી ગણવો એ આપણી સ્વભાવગત માન્યતાને કેટલી સચોટ રીતે રજૂ કરે છે આ કહેવત.

ત્રીજા પ્રશ્નમાં પૂછેલી કહેવત તો લગભગ દરેક ગુજરાતી વાચકમિત્રને આવડતી હશે તેમ માનું છું.

gujarati idiom question 311 swatisjournal ‘…….. નાં ઈંડાં ચીતરવા ન પડે.’

જવાબ – મોરનાં ઈંડાં ચીતરવા ન પડે.

મોરનાં ઈંડાંનો કુદરતી રંગ બીજા સફેદ ઈંડાં કરતા અલગ, થોડો ભૂખરો હોય છે. આ કહેવત સામાન્ય રીતે બાળકની વિચક્ષણતાને વખાણવા માટે થાય છે. જો માતા-પિતા હોશિયાર હોય તો, બાળક સ્વાભાવિક રીતે જ એમના જેવા લક્ષણોવાળું એટલે કે હોશિયાર જ હોય. એમ આ કહેવત સકારાત્મક અર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બાકી, ‘ચોરનો ભાઈ ઘંટી ચોર’ એ પણ પારિવારિક લક્ષણો એકબીજામાં આવે એવું દર્શાવવામાં વપરાય છે પણ, ત્યાં નકારાત્મક અર્થ નીપજે છે.

winner quiz 1 august swatisjournal ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહની આ Weekly Quiz માં ઘણાં વાચકમિત્રોએ સાચા જવાબ આપ્યા. આપણે ત્યાં વિજેતાની પસંદગી એક ઓટોમેટેડ સીસ્ટમ દ્વારા થાય છે એટલે આ Quiz ના વિજેતા બન્યા… Swati’s Journal પર વિવિધ કૃતિઓનાં નિયમિત વાચક એવા Kumandas Rupavatiya!!

Congratulations!!

ઓગસ્ટનું બીજું અઠવાડિયું એટલે સમગ્ર ભારત દેશ માટે ગૌરવ અને ઉત્સવનો સમય! તો, આ વખતે Weekly Quiz પણ ખાસ હોવી જોઈએ ને?


Week 2 – Quiz Party – Win ₹1500 off on Just Corseca Wireless Headphones

win corseca coupon swatisjournal

આઝાદીનો અમૃત મહોત્સવ દેશ ઉજવે ત્યારે આપણે પણ ખુશી વહેંચવી જોઈએ એટલે, આ વખતે વિજેતાને પુરસ્કાર તરીકે મળે છે, Corseca Wireless Headphones પર Rs. 1500/- ની છૂટ…

આપણી પાસે સાહિત્ય કોઈ પણ ભાષાનું કેમ ન હોય, સમૃદ્ધિ એટલી બધી કે, જગતમાં ક્યાંય એનો જોતો ન જડે.

winner quiz 2 july swatisjournal

આઝાદીનાં લડવૈયા અને કવિ રામ પ્રસાદ ‘બિસ્મિલ’ જી ની આ અમર પંક્તિઓ એટલે આપણો પહેલો સવાલ..

‘…….. की तमन्ना अब हमारे दिल में है; देखना है ज़ोर कितना बाज़ू – ऐ – कातिल में है|’

उत्तर – सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है; देखना है ज़ोर कितना बाज़ू – ऐ – कातिल में है|

આઝાદીનાં 75 વર્ષ થાય છે ત્યારે, આ અઠવાડિયાનો દરેક પ્રશ્ન આઝાદીની અણમોલ ભેંટ આપણને સોંપનાર દરેક મહાન વ્યક્તિત્વને શ્રધ્ધા – સુમન છે .

gujrati kahevat question 2 swatisjournal મહાન વિભૂતિ એવા લોકમાન્ય બાલગંગાધર તિલક એ આપેલ સૂત્ર એટલે બીજો પ્રશ્ન.

‘………. मेरा जन्म सिध्ध अधिकार है, और मैं इसे लेकर रहूँगा’|

उत्तर – ‘आज़ादी मेरा जन्म सिध्ध अधिकार है, और मैं इसे लेकर रहूँगा’|

સ્વતંત્રતાની વાત ચાલતી હોય ત્યારે, નેતાજી સુભાષચન્દ્ર બોસ ને કઈ રીતે ભૂલી શકાય?

gujrati kahevat question 2 swatisjournal નેતાજી દ્વારા સ્વતંત્રતાનાં લડવૈયાઓને આહ્વાન તરીકે આપવામાં આવેલું સૂત્ર બન્યું છે આપણી આ weekly quizની ત્રીજો પ્રશ્ન.

‘तुम मुझे खून दो, मैं तुम्हे ……. दूंगा’|

उत्तर – ‘तुम मुझे खून दो, मैं तुम्हे आज़ादी दूंगा’|

આ વખતની Weekly Quiz માં યુવા વાચક મિત્રોએ જોશભેર ભાગ લીધો અને લગભગ દરેકે સાચા જવાબ આપ્યા.

winner quiz 2 august swatisjournal લકી ડ્રોમાં જેમનું નામ વિજેતા તરીકે પસંદ થાય એ મિત્ર છે – Hiren Joshi. વાચક મિત્રને અનેક અભિનંદન!!


Week 3 – Quiz Party – Win ₹2200 off on Noise VS303 Wireless Earbuds

જોતજોતામાં ત્રીજી સાપ્તાહિક ક્વીઝનો સમય થઇ ગયો. વાચકો એમનાં પ્રતિભાવોમાં લખે છે કે, તેઓ આ ક્વીઝ સેગમેન્ટ ખરેખર માણી રહ્યા છે.. તો, ચાલો ઓગસ્ટ મહિનાની ત્રીજી Weekly Quiz નાં જવાબ જાણીએ અને માણીએ.

win noise gift voucher quiz swatisjournal

અને હા, આ અઠવાડિયાનાં વિજેતા વાચકને પુરસ્કાર તરીકે મળે છે, ₹2200 off on Noise VS303 Wireless Earbuds .. છે ને મજાની વાત?

gujarati kahevat question33 swatisjournalપ્રશ્ન – ‘શિયાળ તાણે સિમ ભણી ને ….. તાણે ગામ ભણી.’

જવાબ – ‘શિયાળ તાણે સિમ ભણી ને કુતરું તાણે ગામ ભણી.’

આ કહેવત દરેક પ્રાણીની પ્રકૃતિગત ચેષ્ટા દર્શાવે છે. જેમ જંગલી પશુને ગામની બહાર પોતાની સુરક્ષા અનુભવાય, તે જ રીતે માનવ સાથે સુમેળ સાધી માનવવસ્તીમાં રહેવા ટેવાયેલ પશુ મનુષ્ય સાથે પોતાને સુરક્ષિત અનુભવે છે. એટલે જ બંને પોતાનાં ઉપયોગ કે સ્વાર્થની વાતને પોતાને અનુકુળ વાતાવરણ તરફ વાળવા પ્રયત્નશીલ રહે છે.

મનુષ્ય પણ છેવટે તો પ્રાણી જ છે એટલે, આ કહેવત માનવ સ્વભાવની લાક્ષણીકતા પણ એટલી જ સચોટ રીતે રજૂ કરે છે.

gujarati kahevat question33 swatisjournalપ્રશ્ન – ‘……… નાની ને ફડકો મોટો.’

જવાબ – ‘ચકલી નાની ને ફડકો મોટો.’

વ્યક્તિ પોતાની ક્ષમતા કે ગજા બહારની વાત કરે ત્યારે આવી ડંફાસને તાદ્રશ કરતી આ કહેવત આપે ઘણી વખત ઉપયોગમાં લીધી કે પછી કોઈનાં મોઢે સાંભળી હશે, ખરું ને?

આને જ લગતી એક French Proverb પણ છે, ‘Great boasters, little doers.’

winner quiz 3 july swatisjournalપ્રશ્ન – ‘ભેંસ આગળ ….. ‘

જવાબ – ‘ભેંસ આગળ ભાગવત.’

આ કહેવત તમે ન સાંભળી હોય તેવું કદાચ જ શક્ય છે, સાચું ને?

‘શેઠની સલાહ ઝાંપા સુધી’ કે પછી હિન્દીમાં भेंस के आगे बिन बजाना|’ પણ આ જ અર્થ ધરાવતી કહેવતો છે. અહીં, પાત્રતા વિનાની વ્યક્તિને કોઈ અમૂલ્ય સલાહ આપવી કેટલું નિરર્થક છે એવો સીધો અર્થ નીપજે છે.

ભેંસ કદમાં મોટું પ્રાણી હોવા છતાં, તેની ગણતરી બુદ્ધિશાળી પ્રાણી તરીકે તો ચોક્કસ નથી થતી. એટલે જ અહીં, સમજી શકવાની યોગ્યતા ન ધરાવતા વ્યક્તિ માટે ભેંસનું ઉદાહરણ આપવામાં આવ્યું હશે.

winner quiz 3 july swatisjournal આ ત્રણેય પ્રશ્નોના સાચા જવાબ આપી, ડ્રોમાં વિજેતા બને છે આપણી નિયમિત વાચક મિત્ર Avani Dave!

Congratulations!!


Week 4 – Quiz Party – Win ₹500 off on Hammer Wireless Headphones

win hammer coupon swatisjournal

આ વખતની Weekly Quiz ના વિજેતા પાઠકને મળે છે, ₹500 off on Hammer Wireless Headphones.

gujarati kahevat question 41 swatisjournalપ્રશ્ન – ‘છોરું કછોરું થાય પણ, ……….. કમાવતર ન થાય.’

જવાબ – ‘છોરું કછોરું થાય પણ, માવતર કમાવતર ન થાય.’

આજનાં આધુનિક સમયમાં માતા-પિતા મિત્રો બનતા જાય છે ત્યારે પણ ક્ષમા કરી શકવાની કે બાળકોની ભૂલો માફ કરી એમને પોતાનાં બનાવી રાખવાની ક્ષમતા માત્ર માતા-પિતા જ બતાવી શકે છે. આ કહેવત બહુ ઓછા શબ્દોમાં આ મોટી વાત પ્રસ્તુત કરી જાય છે.

બીજો પ્રશ્ન એક એવી કહેવત છે કે જે આજકાલ વધુ પ્રચલિત નથી છતાં, તેનું મૂલ્ય ઓછું તો ન જ આંકી શકાય.

gujarati kahevat question 42 swatisjournalપ્રશ્ન – ‘……… વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર.’

જવાબ – ‘ગોળ/સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર.’

ગળપણ વગર જેમ કંસાર બેસ્વાદ લાગે છે, એ જ રીતે મા વિનાનું જીવન પણ રસહીન કે સ્વાદ/સુખ વિનાનું અનુભવાય છે.

દરેકનાં જીવનમાં મા નું શું મહત્વ કે મહિમા છે એ તાદ્રશ કરતી કહેવત કેટલી યથાર્થ છે.

gujarati kahevat question 43 swatisjournal પ્રશ્ન – ‘ધરમ કરતાં …… પડી.’

જવાબ – ‘ધરમ કરતાં ધાડ પડી.’

સરળ અને સહજ લાગતો આ રૂઢીપ્રયોગ આપણા દૈનિક જીવનમાં ઘટતી અમુક ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે, જેમકે ક્યારેક કોઈને માટે કશુંક સારું કે ભલાઈનું કામ કરવા જતાં, વ્યક્તિએ પોતે મુશ્કેલીનો સામનો કરવો પડે કે ભોગ બનવું પડે ત્યારે આ રૂઢીપ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ત્રણે પ્રશ્નોનાં સાચા જવાબ આપનાર ઉત્સાહી વાચકમિત્રોને અભિનન્દન!!

winner quiz 4 july swatisjournalઆ Weekly Quiz ના ડ્રોમાં ચયન પામેલા સુજ્ઞ વાચક છે Kishorchandra Mehta!

Congratulations!!
Visit your prizes – Lifelong Fan , Orient Geyser


આશા છે આપે ઓગસ્ટ મહિનામાં પ્રસ્તુત ચારેય અઠવાડિક ક્વીઝમાં ભાગ લીધો હશે. ભાગ લેવા તેમજ અમારો ઉત્સાહ વધારવા બદલ સાભાર ધન્યવાદ!! આવી જ રીતે જ્ઞાન સાથે ગમ્મતની અમારી યાત્રાનો ભાગ બનતા રહો. તેમજ આપ વિજેતા બનો તેવી હાર્દિક શુભકામના સહ, મળીએ હવે પછીની નવી Weekly Quiz માં…. વાંચતા રહો, ક્વીઝ ભાગ લેતા રહો તેમજ પોસ્ટ શેયર કરી આનંદ વહેંચતા રહો!!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal