સ્કૂલમાં હતા ત્યારે આવી સવાર પડતી હતી. શિક્ષકો શબ્દો અને કલ્પનાની પાંખો આપી, નવું આકાશ શોધવામાં મદદ કરતા.આજે એવા દિવસો કે શિક્ષકો તો નથી પરંતુ શબ્દો ચોક્કસ છે તો, જીવી લઈએ એ સવાર ફરી એકવાર?
ઊઘડી સવાર ને ચમકી છે આશા.
ઝરતાં એ ઘનબિંદુ મધ્યમ રવ મર્મર
પૃથ્વી પર વેરતો અમૃતબિંદુ મધુકર
આકાશી સાગરના ધસતા કિનારા
ઊંચેરા વધતાં એ વાદળી મિનારા
કિરણોથી વધતી રતુમડી શી આશા
કહેતી આ મુજને પોકારી આકાંક્ષા
ઘટતાં જતાં હવે નિશીના ઓછાયા
વધતાં જતાં ધીમે સ્વર્ણિમ પડછાયા
સોનેરી કળીઓમાં જીવન એ નાનું શુ
સાંજે એ કરમાશે કેમ કરી માનું હું?
સાંજને શું કરવી જીવો સવાર નિર્ભય
ના બન્યું, ના બનશે જીવન કદી પરાજય
કહી રહી છે આ જ વાત સૈંકડો એ ભાષા
ઊઘડી સવાર ને ચમકી છે આશા.
Wonderful and positive words.
Thank you!
આકાન્ક્ષા-સરસ. સાન્જ ને શું કરવી જીવો સવાર નિર્ભય-???
Thank you!
નિર્ભય હોય એ જ જીવી શકે, બાકીનાં તો ક્રમ પૂરો થવા સુધી સમય પસાર કરે… સાચું ને?