ગહન સઘન જ્યાં રીત રસમ,
જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.
હસે વદન ને જલે નયન,
મન શ્યામ સકળ ને શ્વેત ગવન .
જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.
લેણ-દેણની ઉઠાપટક સહુ,
શીળા કથન માં છૂપી તપન.
જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.
સઘળી માયા કાયા કાજે,
મન જાણે આ અંત્ય મરમ.
જગ ઇન્દ્રજાળનાં ભેદ ભરમ.
*ઈન્દ્રજાળ = જાદુઈ માયા, ગવન = વસ્ત્ર