જીવતરનાં આ ધિંગાણામાં; તાણીને તલવાર,
રાહ જુએ છે લડવૈયાની, કૈ’યુંનો કિરતાર.
પણ,
દીન-દુખિયા ને ગભરુ-કાયર; મચાવે હાહાકાર,
“કર મદદ” ને “ ઝાલ હાથ “ નો કરતાં એ પોકાર,
મૂંઝાયેલો “નાથ” તપાસે, હાય! દિશાઓ ચાર,
કોને કહે?- ઉઠ ચાલ ને લડવા, થઈ જા તું તૈયાર.
મેં પૂછ્યું, ઊતરેલું મોં કાં? શીદને કરો વિચાર?
હું કેવો “માણસ” બેઠો છું, ચિંતા છોડો, યાર!!
એ જ ઘડીએ ઊભા થઈને, કાઢી મેં તલવાર.
બસ, લડવું છે કોને પરવાહ?
હોય તેજ કે બૂઠ્ઠી ધાર!