એ તું છે!4 min read

કોલાહલથી ધમધમતા આ રાત-દિવસમાં,

નીરવ એ બે પળ;

હું જાણું-એ તું છે!

મૂંગા પથરાતા જતા ઘનઘોર નિબિડમાં,

ઝરણું એ ખળખળ;

હું જાણું-એ તું છે!

ઘેરી વળેલી મુખોટાઓની આ દુનિયામાં,

પકડેલો હાથ અકળ;

હું જાણું-એ તું છે!

સો સુખ હો મારા કે ચાહે એક જ દુઃખમાં,

મને જોતી આંખ સજળ;

હું જાણું-એ તું છે!

કંઇક સદા ખૂટતું હોવાના ખાલીપામાં,

ભર્યું ભર્યું આ સકળ;

હું જાણું-એ તું છે!

લાગણીઓનું વેલ જેવું છે.ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.

Written by - Swati Joshi

Freelance Content Writer, Indian Author

Having dealt with loads of people literally, I have mastered the subject called LIFE! Everyday encounters and years passed in greying hair push me to write. While not writing, I do behave as a normal human being. Read More

( 67 times read. Post a comment below! )

Psst! Can you spare a moment before you go?

As much I love writing these stories, I care to gather your thoughts. Readers like you keep me going by suggesting new stories, appreaciating old ones.

You have Successfully Subscribed!

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This