કોલાહલથી ધમધમતા આ રાત-દિવસમાં,
નીરવ એ બે પળ;
હું જાણું-એ તું છે!
મૂંગા પથરાતા જતા ઘનઘોર નિબિડમાં,
ઝરણું એ ખળખળ;
હું જાણું-એ તું છે!
ઘેરી વળેલી મુખોટાઓની આ દુનિયામાં,
પકડેલો હાથ અકળ;
હું જાણું-એ તું છે!
સો સુખ હો મારા કે ચાહે એક જ દુઃખમાં,
મને જોતી આંખ સજળ;
હું જાણું-એ તું છે!
કંઇક સદા ખૂટતું હોવાના ખાલીપામાં,
ભર્યું ભર્યું આ સકળ;
હું જાણું-એ તું છે!