સિદ્ધિ – Gujarati Poetry

2nd anniversary iconમારા નાનકડા સપનાની શરૂઆત થયે બે હા, પુરા બે વર્ષ થયા. આજે એ કહેવું ઘટે કે, દૈવત્વ, અમારા પ્રયત્નો અને સાથે મળેલો   આપનો અઢળક પ્રેમ અને સાથ Swati’s Journal ની બીજી એનિવર્સરી ઉજવી શકવાનું કારણ બન્યા છે. હવે પછીનું આખું   વર્ષ તનતોડ મહેનત કરીને દોડવા પાછળ કાઢવાની ગણતરી છે. આ દરેક ડગલે આપની હાજરીએ બળ આપવાનું કામ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, આગળ તમારો અવિરત સંગાથ રહેશે… તો, આજે આ લખવાનો મોકો છે ત્યારે, પ્રસ્તુત છે મારી નાનકડી સિદ્ધિ!

મુજ નયનોમાં નીંદર, કાજળ, સાજનમાંથી કંઈ ન સમાયે,

લોચન માંહે જૂના નવા સપનાનો ઝખીરો મોટો છે!

તુલનાની તુ-તુ, મૈ-મૈ માં આપણ શાને પડવું?

અનુપમ સૌનાં ઘાટ અનોખા, આપણો ક્યાં કોઈ જોટો છે?

મંઝિલ ચાહે દૂર ઘણી ને મજલ હો લાંબી,

હળવા ડગલે ચાલતા રહેવું, દિવસોનો ક્યાં તોટો છે?

સોણલાં મારા આંખો વાટે આકાશે વિચરે પણ,

દેખી દરિયો થાય નિરાશ એ ખ્યાલ જગતનો ખોટો છે!

કાંક્ષાઓનાં રસ્તે પગમાં શૂળ, ઘાવ ને દર્દ ઘણાં પણ,

સિદ્ધિપત્ર તો સૌને કાજે આપણો હસતો ફોટો છે!

Love what you read? Click on stars to rate it!

Hi! I'm Swati Joshi

Love what you’re reading?
Hit star rating or just post a comment. It motivates me to write more. Thank you!

Advertisement

Older Stories

Follow Us

પથ્થર ફેંકી આંબા પરથી કેરી તોડતા બાળકને જોયું છે? બસ, સપના જોવા અને સાકાર કરવામાં એવા જ પ્રયત્ન લગાડવાના હોય છે. બાકી, સપના સાકાર થાય ત્યારે સૌ કોઈ નોંધ લે પરંતુ, તેની પાછળ કરવામાં આવેલી મહેનત ભાગ્યે જ કોઈનાં ધ્યાનમાં આવતી હોય છે. જે સપના જુએ છે એમણે હૈયે હામ રાખી સાચા થવા સુધી થોડું-થોડું આગળ વધતા રહેવાનું છે બસ…

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

6 Comments

 1. Avatar

  Very nice and amazing…

  Reply
  • Swati Joshi

   Thank you very much!

   Trying to pay back a little to what I’ve received from you in years… won’t be able to return it all ever, but trying to add a fraction to the reputation and eminence you’ve earned!

   Love,
   Swati

   Reply
 2. Avatar

  Wah., Kharekhar Sidhhipatra to saune kaje apno hasto photo chhe. Bau gami kavita mane. Aam ja hasta raho, lakhata raho ane amara jeva ne sahityanu swadishta bhanu pirasta raho…👍

  Reply
  • Swati Joshi

   પ્રોત્સાહન બદલ અનેક આભાર!
   તમારા શબ્દો મારો એવોર્ડ છે. વધુ સ્વાદ ઉમેરી શકું તેવા પ્રયત્ન અવિરત રહેશે..

   વાંચતા રહો, મને લખતા રહો.

   સપ્રેમ,
   સ્વાતિ

   Reply
 3. Avatar

  ખરેખર વાચકો ન હોય તો કંઈ નથી. સૌને યશ આપવા બદલ ધન્યવાદ.
  વધુ સ્પષ્ટ ધ્યેય સાથે આગળ વધો એવી શુભ કામના.

  Reply
  • Swati Joshi

   એ યશના સૌ વાચકમિત્રો મારાથી પણ વધુ અધિકારી છે.

   તદુપરાંત, મને હું જે છું તે બનાવવા બદલ દરેક સિદ્ધિ પર આપનો પ્રથમ હક રહેશે.

   સર્વે શુભકામનાઓ તેમજ આશિષ માટે આપનો હૃદયપૂર્વક આભાર!

   Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Copy link
Powered by Social Snap