ચેતનાનાં અંબરમાં ગાબડું પડે ત્યારે, યાદોનાં પડછાયા યદ્દરછ રૂપ ધરી આપણી સામે આવે છે. કોઈનું હોવું જેટલું મહત્વનું હશે, આ પડછાયા એટલા જ ઘેરા હશે. પરંતુ, હૃદયનાં કોઈક ખૂણે પોતાને પણ એ પ્રતીતિ સતત રહે જ છે કે, સ્મૃતિ-પટલ પર મંડરાતી એ છબીઓ આભાસી જ છે.લાગણીઓ વહી ગયાની અનુભૂતિ પછીનો સમય લાવે છે નર્યો સંતાપ! ખુબ ચાહેલા પ્રિય-પાત્ર માટે લખાયેલી આ સુંદર રચના આપ પણ માણો…
યાદ છે મને એ કાજળઘેરી રાતનું આકાશ;
ચમકતી ને ગરજતી વીજળી થતી આસપાસ,
એ દરેક વીજળીના ચળકાટથી ઝંખવાતો સમય,
કેટલાય વિષાદ, ઝંઝાવાત, મનમાં રચાતો પ્રલય!
પ્રકાશની હતી કરામત એ કે મને થયો આભાસ?
થઈ સ્મૃતિ કિરણની રચના અને મને જડયો વિશ્વાસ.
તું જ હતી, કે તારો જ હતો એ અવાજ?
પ્રતીતિ થઈ મને, મળ્યું છે મને એ,
મારું મન જે ઝંખે!
તું કહે અસત્ય છે એ તો, એના પુરાવા હશે,
કદાચ એ સ્મૃતિ કિરણ અવળા દોરવાયા હશે.
દુષ્કર તો ઘણુંય છે, પણ આંખોને એ કહી દેવા દે,
આંસુઓના મહેરામણને આ વિચ્છેદ મહીં વહી જવા દે.
કોરી ખાતો ખાલીપો, રહી છે માત્ર ભસ્મીભૂત યાદ,
જવું ક્યાં સંતાઈને?
રાખનો થતો ચોમેર વરસાદ!
Beautiful poetry! Great expression!!
Totally loved it…
Really appreciate it :) thank you
Looking forward to more such gems!
Keep writing!