મા! – Gujarati Poetry

gujarati-poetry-ma-mother

ભાષા, સંસ્કૃતિ, જીવન જીવવાની પદ્ધતિઓ, મહત્વાકાંક્ષાઓ આ બધું જ વૈવિધ્યસભર હોવા છતાં, જગતભરમાં દરેકની મા વિશેની અભિવ્યક્તિ લગભગ સમાન જ હોય છે.અહીં જગતની ‘મા’ વિશે એક નાનકડી અભિવ્યક્તિ રજુ કરું છું. હું માનું છું તમારી આનાથી ભિન્ન નહીં જ હોય.

રમણીય છબી, સુંદર અતિ
આભા તેજોમય

રક્ત ગવન, કમલ નયન
નિત હરતી ભય

ઓષ્ઠ પ્રવાલ, કુમકુમ કપાલ
કર ધરી મમતામય

કસ્તુરી અંગ, ઉજળો છે રંગ
સ્વરતી રવ મધુમય

હો કૃપા, દંડ કે પરિત્રાણ
સૌનો તું સમુચ્ચય

તું શાશ્વતી ને અમે નાશવંત સૌ
નમીએ તું ને સવિનય

અમ બીજ, રજ કે પ્રસ્વેદ માત્ર
ખુદ ઈશ તુજ તનય!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 5 Comments
      1. આમ જોવા જાઓ તો જે સૌની માતા છે એ આવી જ છે. બાકી ઋણાનુબંધની વાત છે.
        તમને ગમ્યું એનો સંતોષ છે.

        Love,
        Swati

    1. અદ્ભુત લેખન શૈલી. આ કવિતા એ લાગણી ભાવુક શાબ્દિક ચિત્ર નિરૂપણ છે. ખૂબ સુંદર.

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal