રમણીય છબી, સુંદર અતિ
આભા તેજોમય
રક્ત ગવન, કમલ નયન
નિત હરતી ભય
ઓષ્ઠ પ્રવાલ, કુમકુમ કપાલ
કર ધરી મમતામય
કસ્તુરી અંગ, ઉજળો છે રંગ
સ્વરતી રવ મધુમય
હો કૃપા, દંડ કે પરિત્રાણ
સૌનો તું સમુચ્ચય
તું શાશ્વતી ને અમે નાશવંત સૌ
નમીએ તું ને સવિનય
અમ બીજ, રજ કે પ્રસ્વેદ માત્ર
ખુદ ઈશ તુજ તનય!