માગું છું! – Gujarati Poetry

મન પુલકિત થાય એવી એક જ ક્ષણ માગું છું.
હું ક્યાં આખો દરિયો કે પૂરું રણ માગું છું?

બસ, પગ ખોડી શકું તેટલો સહારો જ પૂરતો છે
થોડી સ્થિરતા જ માગી છે-
ક્યાં સંગે પરિભ્રમણ માગું છું?

નીચી નજરથી રાખું છું બંધ દરવાજા મનનાં
મર્યાદાનાં વર્તુળ વચ્ચે-
ક્યારેય અતિક્રમણ માગું છું?

કે નથી સરળ કે સહજ કેળવવો સ્વાદ સંતૃપ્તિનો,
એટલે જ તો-
કદી હેત ની સાકર,
કદી વિરહનું લવણ હું માગું છું!

મન પુલકિત થાય એવી એક જ ક્ષણ માગું છું.
હું ક્યાં આખો દરિયો કે પૂરું રણ માગું છું?

*અતિક્રમણ = transgression (ઉલ્લંઘન), લવણ= Salt (મીઠું)

Love what you read? Click on stars to rate it!

Hi! I'm Swati Joshi

Love what you’re reading?
Hit star rating or just post a comment. It motivates me to write more. Thank you!

Advertisement

Older Stories

Follow Us

લાગણીઓની લેવડ-દેવડમાં ક્યારેક તો આપવા માટે સમસ્ત સંસાર ઓછો પડે છે તો, વળી ક્યારેક પુલકિત કરી દેતી કોઈ એક ક્ષણ જ જીવનભર માટે પુરતી થઇ પડે છે… તમે શું માગ્યું છે?

Let’s Start Talking!

Swati Joshi is an Indian writer who loves to write in English and Indian Languages like Gujarati. Read her Gujarati Poetry and Motivational articles at Swati's Journal.
Swati Joshi

www.swatisjournal.com

2 Comments

  1. Avatar

    પ્રેમ માં ચાંદ તારા તોડી લાવવા માત્ર દૃષ્ટાંત રૂપે સારુ લાગે વાસ્તિવિકતા તો સાથે વિતાવેલી ક્ષણો માં જ રહેલી છે. તે ક્ષણો જ ખજાનો છે જે જિંદગીભર વાપરતા પણ નથી ખુટવાનો અને જિંદગીભર અદ્ભૂત આનંદ ઉર્જા લાગણી નો અનુભવ કરાવવાનો…

    Reply
  2. Swati Joshi

    એકદમ સાચી વાત. પણ, કેટલાક લોકોને આ ખજાનામાં ખોટા મોતીઓ પણ મળે છે જે મન ભાંગી અને જીવનભર સાથે રહેનારા દુસ્વપનો પણ આપી જાય છે. છતાં, એ સાથે વીતેલી ક્ષણો જ છે જે સંગે રહે છે.

    Reply
Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Copy link
Powered by Social Snap