મારી બળતી બપોરનો શીળો અંગાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.
મારી સર્વે વસંત ના રૂપનો અંબાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.
પ્લુષ્ટ ,પ્રવ્રજ્યા શિશિરનો કિરમજી શૃંગાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.
મોઝાર વિસ્તરતા વગડાને રાતો લલકાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.
મારા હરિત પડછાયાનો સમાંતર પ્રસાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો.
અનન્ય તોયે પરિપૂર્ણ જાણે સંઘેડા ઉતાર,
એક મારી દીકરી ને બીજો આ કેસૂડો!
*પ્લુષ્ટ=frozen, *પ્રવ્રજ્યા=ascetic, *મોઝાર=inside