મજબૂરીનું બીજું નામ! – A Gujarati Poetry

Written by Swati Joshi

February 15, 2019

‘મહાત્મા’ તો એમ જ છે બદનામ,

માણસ છે મજબૂરીનું બીજું નામ!

અલગારી બચપણ બાંધવા મથતો;

શિષ્ટાચારથી નાથવા મથતો,

પણ,

પગને પાંખો એ તો બનાવે,

ઊડે બચપણ બેફામ.

માણસ છે મજબૂરીનું બીજું નામ!

અભ્યુદયનો પંથ યુવાની;

દગ્ધ રક્તથી લખે કહાની,

તોયે,

હો કંકુ,કસુંબો ચાહે કટારી,

અભિપ્સાઓ જ બનાવે ગુલામ.

માણસ છે મજબૂરીનું બીજું નામ!

વયસ્ક કેરી વ્યથા અકારી;

વિધેયથી વિચ્છેદ ની તૈયારી,

વૈશ્વાનર ભણી ગતિ અનર્ગલ,

તોયે,

બનતું ના અયન આસાન!

માણસ છે મજબૂરીનું બીજું નામ!

સફર બીજથી વિપાક સુધીની;

એકલતા થી સંગાથ સુધીની,

પારણું, વેદી કે છેલ્લે ચેહ બસ,

ક્યાંય-

મનીષા એની આવે છે કામ?

‘મહાત્મા’ તો એમ જ છે બદનામ,

માણસ છે મજબૂરીનું બીજું નામ!

અભ્યુદય = Progress,અભીપ્સાઓ =Keen desires,વિધેય = establishment, વિચ્છેદ = separation, વૈશ્વાનર = Fire, અનર્ગલ = Uncontrolled, અયન = Departure, વિપાક = Fruit,વેદી = Altar, ચેહ = Pyre,
સૌરાષ્ટ્રમાં ક્યાંક સાંભળેલું કે,‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!’; પરંતુ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો માણસ પોતે અને તેની અર્થહીન, અસીમિત ઇચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.

Related Articles

નજરોનાં હરણાં – Gujarati Poetry

નજરોનાં હરણાં – Gujarati Poetry

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા...
તું – Gujarati Poetry

તું – Gujarati Poetry

ગમતીલાને તેઓ આપણા માટે શું છે એ ચોક્કસ કહેવું જોઈએ. તમને ખબર છે સમયસર ઉપયોગમાં લેવાતા શબ્દો ટોનિકનું કામ પણ કરી ...
સંઘર્ષ – Gujarati Poetry

સંઘર્ષ – Gujarati Poetry

કવિતા તરીકે અત્યાર સુધી તમે ઘણું વાંચ્યું છે પરંતુ, ગુજરાતી એટલી બધી સમૃદ્ધ ભાષા છે કે, ક્યારેક તો માત્ર શબ્દો જ આખા વાક્યોની ગરજ સારે છે.અહીં, વિપરીત...
DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Pin It on Pinterest

Shares
Share This
Copy link
Powered by Social Snap