સંબંધો ના બંધ મહેલની નબળી દીવાલો હલે છે
ખબર નથી ક્યારે પડશે,
કદાચ જેમ પહેલા થયેલું તેમ-
આ વખતે પણ લાગે છે ટકી જશે.
પણ ક્યાં સુધી?
પ્રશ્નોનો અગાધ દરિયો ઘૂઘવ્યા કરે છે
જવાબની અપેક્ષા ક્યાં રાખવી?
કોઈ હશે જે આ બધું ઉકેલશે-
પણ ક્યારે?
અસહ્ય અસ્થિરતા પ્રવર્તે છે
જે વાવાઝોડા પણ આપે છે
જેનાથી અંદર કોઈ ગભરાય છે
પણ કોણ?
નબળી દીવાલો, બંધ મહેલ, અસ્થિરતા અને વારંવારના
વાવાઝોડા-
આ બધા થી છૂપાઈ જવું છે,
પણ ક્યાં?