સ્ત્રીઓ વિશે કેટકેટલું લખાયું અને લખાશે પણ ઘણું પણ, અહીં કંઇક અનોખું જ જુઓ. મારી દૃષ્ટિએ દુનિયાનાં કોઈ પણ ખૂણે જોવા મળતો પુરુષ એટલે બસ આ જ!
એક દિવસની વાત કરું, પડ્યા ઈશ એકલા સાવ;
થયું જગ બનાવ્યે દિવસો થયા, નવું કંઈક બનાવું લાવ,
મહેનત, બળ, બુધ્ધિ, ચાતુર્ય, લીધો થોડો પ્રભાવ;
બની આદમ નામે જાત નવી, થયો પુરુષનો આવિર્ભાવ.
યુગો થઈ ગયા હે પ્રભુ! તું ભૂલ્યો એ નરને સાવ,
“કળિ”માં શાં છે હાલ એ જીવનાં તને બતાવું આવ.
આમ તો કામ છે સીધું એનું ને છે ટૂંકો ફેલાવ;
શેર, સ્પોર્ટ્સ ને ન્યૂઝ થકી જ તો ચાલે એની નાવ,
મની હોય કે માનુની, ખેલે બંને માટે દાવ;
લાલ હો ચાહે લીલા એને “ગાંધી” થી ખૂબ લગાવ!
પીપૂડી પરફેક્શન ની વગાડે, ચાહે કોઈ રાગ તમે ગાવ;
ત્યાં સુધી કે, ફર્નિચર પર રજ જુએ તો આવે એને તાવ,
એ ને છાપું પાક્કા મિત્રો, અરસપરસ અનેરો ભાવ;
અખબારના પાને સળ જો પડે તો, પડે એનેય ઊંડો ઘાવ!
નાના મોટા ટેન્શન સાથે રોજ કરે એ નિભાવ;
સાધન એનાં ખંત ને ખુમારી, એ જ એનો પ્રતિભાવ,
કાતિલ, કપરી સ્પર્ધાઓનો એને ના અહીં અભાવ;
છતાં,
સ્વજનો કેરાં હસતાં ચહેરા માને એ સરપાવ!!
*આવિર્ભાવ = Incarnation ,માનુની = Respectable woman ,સરપાવ = Prize
khub saras observation karyu che tame purusnu.
Thank you!
જીવનમાં અહીં વર્ણવેલા છે એવા ‘પુરુષ’નાં કહી શકાય એવા હાથોએ જ કેળવણી, બંધુત્વ, મિત્રતા અને દાંપત્ય એમ દરેક તબક્કે મારો હાથ સાહ્યો છે એટલે આ ઓબ્ઝર્વેશન કરતા અનુભવ વધુ છે…
તમારા શબ્દો બદલ આભાર સહ,
સ્વાતિ