ભાગ્યની ભીડંત કદી ખેવના થી થાય છે.
હાથથી છુટતું મન ત્યારે મુઠ્ઠીએ બંધાય છે.
મનનાં મોર તો ગહેકવા આતુર બહુ,
ડાળ, ઝરૂખા, ટોડલા નાં એને વળી ભેદ શું?
એને ક્યાં ખબર કે આજ દ્વાર બંધ સંધાય(all) છે!
ભાગ્યની ભીડંત કદી ખેવના થી થાય છે…
મન ભ્રમરને ગુલછડી નો મોહ ઘણો,
ના તફાવત જાઈ કે ના જૂહી તણો,
અરે ભ્રમર, નિયતિ થકી અહીં હવે બસ કંટક પોષાય છે!
ભાગ્યની ભીડંત કદી ખેવના થી થાય છે…
હકીકત નાં વાયરાનો વેગ ઘણો તેજીલો,
ખેવનાનાં ચંદરવાને ના ખૂંટી કે નહીં ખીલ્લો,
ચંદરવાની સાથે સઘળા શમણાં ઊડી જાય છે!
ભાગ્યની ભીડંત કદી ખેવના થી થાય છે…