તું છેતરી ગયો!

Written by Swati Joshi

July 2, 2018

પ્રેમનાં ફૂલોની બિછાવેલી જાજમ તળે,

કેટકેટલા કાંટા ની તરફડતી પીડા પણ;

ડગલું સુંવાળપની ઝંખનામાં માંડ્યુ જ્યાં,

વેદનાનો કાંટો મહીં સોંસરવો ઉતરી ગયો!

અજવાળું કરવાને મુખ તારું મલકતું તો,

મારી રાતોનાં તારાઓ ઓઝપાઈ જતાં;

આજે આંખો જ્યાં ફેરવી તે મારી દિશાથી ત્યાં,

મારો તો બળબળતો સૂરજ પીગળી ગયો!

પ્રેમનાં પટોળાનો કાચો ના રંગ કંઇ,

ફોરમતા ફાગણને દોરેથી બાંધેલો પણ;

તારા ઝુરાપાનાં નિંગળતા ધોધ માંહે,

પ્રેમનાં પોતનો પાક્કો રંગ પણ નીતરી ગયો!

વાતનાં વિલાસ અને વાયદાનાં સોદામાં,

તારી-મારી લેણ-દેણ નો ક્યાં કોઈ હિસાબ છે?

ચાર સ્મિત, પાંચ સ્પર્શ અને છ અશ્રુનાં બદલામાં,

લઈ આખુંએ આયખુ તું મુજને છેતરી ગયો!
પ્રેમ, એક એવો સોદો જ્યાં મેળવવા કરતા ગુમાવવાનું વધારે છે. છતાં, એમાં એવું કંઇક છે જે સતત આકર્ષે છે. શમા-પરવાનાની ગઝલો એમ જ નથી બની જતી. લાગણીઓનાં આ વ્યાપારમાં છેતરાવાની પણ પોતાની મજા છે… છે ને?

Related Articles

નજરોનાં હરણાં

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા…

ग़ज़ल

निदा फ़ाज़ली का ये शेर ही हमारी ग़ज़लको मुकम्मिल करता है की, “दिल में न हो जुर्रत तो मुहब्बत नहीं मिलती; ख़ैरात में इतनी बड़ी दौलत नहीं मिलती|”

तू लगती है

ये लगाए न लगनेवाली और बुझाए न बुझनेवाली चाहकी तपिश शायद ऐसी ही होती है.मजरुह सुल्तानपुरीने इसी पर कहा है की, “अलग बैठे …

Psst! Can you spare a moment before you go?

As much I love writing these stories, I care to gather your thoughts. Readers like you keep me going by suggesting new stories, appreaciating old ones.

You have Successfully Subscribed!

DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!