હૃદયવિહોણા બે’ક અનુભવોની કંઇ થોડી ફરિયાદ ખરી
પણ,
સંગ રહેતા મન છે ઝાકળ જેવા, ત્યાં સુધી તકલીફ નથી.
લાગણીશૂન્ય ને દિશાહીન માનવતાની મને પીડા છે
તેથી જ,
પીડતા એ કુપાત્રોથી રહે અંતર, તો તકલીફ નથી.
ચલણી નાણું સંબંધોને આંકે તેથી આહત તો છું
પણ,
મંડાય પરબ કોઈ ખૂણે ગલીમાં, ત્યાં સુધી તકલીફ નથી.
તારાથી આગળ ન થઈ શકવાનો મનમાં મુજને ઉદ્વેગ ઘણો
પણ,
પાછળ જોઉં ને, ‘મા’ મીઠું હસી દે, ત્યાં સુધી તકલીફ નથી!