વ્યસન – A Musical Short Story
Written by Swati Joshi
August 13, 2019
“લી કમલી, પાસો આઈ જ્યો આ મફતિયો!” લારીમાંથી એક ટમેટું ઉઠાવતા મંજુ બોલી.
કમલીએ નજીકમાં મંડરાતા મનોજ તરફ એક ધારદાર નજર ફેંકી.
પેલો કંઈ કહે એ પહેલા, કમલીએ જોરથી તેને બોલાવ્યો. “શ્હું સ લ્યા, કીમ ફરી આમનો આયો? તન ના ન્હોતી પાડી?”
મનોજ મીઠું હસી પાસે આવવાને બદલે ત્યાંથી બીજી જ દિશામાં ચાલી ગયો.
મનોજ રોજ આવીને કંઈ બોલ્યા વિના આમ જ કમલીને જોઇને ચાલ્યો જાય એ એનો નિત્યક્રમ હતો.
“તન શ્હું લાગે સ મંજુડી,આ મનોજીયાને મારું કંઈ કામ હસ કે ઈમ જ ઓંટા દે સે? મેં શ્હું કરે, ઈને જ સિદ્ધુ પુસી લેવહ? કંઈ હમઝાતું નહીં.” એક સાંજે ઘરે જતી વખતે રસ્તામાં થોડી ચિંતિત કમલીએ મંજુને કહ્યું.
મંજુએ આ વાત તેના ભાઈ રામને કહી.
હમણાં થોડા દિવસો થયે મનોજ દેખાતો ન હતો. કમલીને આમ નિરાંત થઇ પણ, થોડી સાહજિક ઉત્સુકતા પણ હતી કે પેલો ગયો ક્યાં? કદાચ રામભાઈએ ધમકાવ્યો હશે.
એક સાંજે એ લારી લઇ ઘરે પહોંચી ત્યાં તો, રામભાઈ સાથે મનોજ અને તેનો પરિવાર બેઠા હતા. કમલીને થોડી ગભરામણ સાથે આશ્ચર્ય થયું.
રામભાઈ મનોજનું માગું લઈને આવેલા. કમલીનાં માતા-પિતાને આ સગપણમાં કંઈ વાંધાજનક નહોતું લાગતું. લગભગ બધું પાક્કું થયા બાદ અચાનક કમલીની મા એ મનોજ તરફ એક અણધાર્યો સવાલ ફેંકતા કહ્યું, “બાકી તો ઠીક સે પણ,ઈને પોટલી કે પડીકીનું વ્યશન સે કે? મારી કમલીને પેલ્લેથી જ ઇવો સોરો નહીં ઝોઈતો.”
“માસી, ઈને એક વ્યશન તો સે.” રામે મનોજ સામે જોઈ, ગંભીર અવાજે કહ્યું.
“- રોઝ સ્હવારે તમારી આ સોડીને ઓંખભરીન ઝોવાનું.” કહેતા રામ અને સાથે આખું ઘર હસી પડ્યા.
આજે બંનેનાં લગ્નને છ મહિના થઇ ગયા છે છતાં, મનોજ વ્યસનમુક્ત થઇ શક્યો નથી!
લારીમાં શાક ભરતો મનોજ, રોજ સવારે મોબાઈલમાં આ ગીત અચૂક વગાડે છે અને કમલીની આંખ મીઠો ઠપકો આપતા હસી લે છે!
સ્વીટ સ્ટોરી…
અદ્ભૂત…આહલાદક…અવિસ્મરણીય…
છેલ્લી ગીત ની પંક્તિઓ
Thank you!
Have you tried the other musicals here? They’re in English but I believe you’d definitely like them.
Your comments always mean a lot.
Keep reading, keep writing me back!