કુપોષણ કે અતિપોષણ – મધ્યમ વર્ગની સમસ્યા!

malnutrition-overnutrition-swatisjournal-cover

પોતાનાં કે બાળકનાં ભવિષ્યની ચિંતા કરી સંપત્તિ અર્જિત કરી, સંગ્રહ કરતી વખતે આપણે મોટેભાગે ભૂલી જઈએ છીએ કે સ્વાસ્થ્યથી વિશેષ કોઈ જ સંપત્તિ નથી. ભવિષ્યમાં દવાઓ આપણો ખોરાક બને તે પહેલા સાચો ખોરાક આપણા માટે દવાનું કામ કરે એ જરૂરી છે. સારો ખોરાક, સારી ટેવો, સારી સોબત, સારા વિચાર અને સરસ ઊંઘ બસ આ જ તો છે સ્વસ્થ જીવનનાં પગથિયાં!

આગળની કડીમાં આપણે એક સમસ્યા તરીકે  કુપોષણ વિશે થોડી ચર્ચા કરી. આજે અહીં તેમાં થોડા આગળ વધીએ અને વાત કરીએ મધ્યમ તેમજ ઉચ્ચ મધ્યમ વર્ગની. મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ આ સમસ્યાનો વ્યાપ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે. ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં જોવા મળતી કુપોષણની સમસ્યા માટે મહદ્દ અંશે વાલીઓ જવાબદાર ગણાય. આધુનિકતાની આંધળી દોડ, રહેણી-કરણી, કુટુંબ વ્યવસ્થા વગેરેમાં જડમૂળથી થયેલા ફેરફાર તેનાં માટે જવાબદાર છે.

આધુનિકતા, ઉચ્ચ શિક્ષણ, અંગ્રેજી માધ્યમ તરફનું આકર્ષણ એ બાળકની શારીરિક, માનસિક ક્ષમતા કરતા વધુ તણાવ ઉત્પન્ન કરે છે. malnutrition overnutrition swatisjournal img1 - swati's Journal short story બાળ-ઉછેર વિશે મહિલાઓમાં હજી પણ અજ્ઞાન જોવા મળે છે. સગર્ભાવસ્થાથી જ અનિવાર્ય રીતે વિલાયતી દવાઓનો ઉપયોગ, ખાનપાનની યોગ્ય રીત, કસરતનો અભાવ વગેરે કૃત્રિમ પ્રસુતિ તરફ લઇ જાય છે. જેનાથી ઘણા કિસ્સાઓમાં બાળકમાં જીનેટિક ખામીઓ રહેવાની સંભાવના રહેવા પામે છે. માતા-પિતા બંને વ્યવસાય કરતા હોવાને કારણે ઘણાં ઘરોમાં આયા, કેર-ટેકર કે બેબી સીટરનાં ભરોસે બાળક ઉછરે છે. જેનાં પરિણામસ્વરૂપ બાળક સ્વભાવે જીદ્દી, જક્કી થાય છે. તેની સીધી અસર બાળકની ખાવાપીવાની આદતો પર પડતી જોવા મળે છે.

malnutrition overnutrition swatisjournal img2 - swati's Journal short story મનફાવે ત્યારે મનગમતું, ભાવતું ભોજન લે છે. પિઝ્ઝા, બર્ગર, બ્રેડ, કેક, ઠંડા કે વધુ ગળપણયુક્ત પીણાં તેમજ અન્ય જંક ફૂડ કે જે સ્વાદમાં મજેદાર અને સરળતાથી ઓર્ડર કરી મંગાવી શકાતા હોય તે દરેક પ્રકારનાં રેડીમેડ ખોરાક તરફ વળે છે. ટીવી, મોબાઈલ, વિડીયોગેમ જેવી આદતો બાળપણથી જ પડી જાય છે. તદુપરાંત, કસરતનો અભાવ, બેઠાડું જીવન, ટીવી સામે જમવાનું લઇ બેસી જવું, સુતાં-સુતાં મોબાઈલનો ઉપયોગ આ બધું જ બાળકની આંખ, દાંત, પાચનશક્તિ ઉપર ખરાબ અસર છોડે છે. જંક ફૂડનો વધુ ઉપયોગ મેદસ્વીતાને પ્રોત્સાહન આપે છે. કુપોષણ કરતાં અહીં ઘણી વખત અતિ-પોષણની સમસ્યા પણ સર્જાતી જોવા મળે છે!

malnutrition overnutrition swatisjournal img3 - swati's Journal short story આજનાં સમયમાં, કામકાજી વિભક્ત કુટુંબો અને તેમાં પણ બાળકો માટે બહુ નાની ઉંમરથી જ રહેવાની અલાયદી વ્યવસ્થાને લીધે બાળક અને વાલી વચ્ચે ઓછામાં ઓછો સહવાસ રહે છે. એ ઉપરાંત બાળક પોતાનો મોટા ભાગનો સમય જ્યાં પસાર કરે છે એ છે તેની શાળા! તો, શાળાઓમાં આયોજકો દ્વારા પણ આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા કે પોષકમૂલ્ય વિશે વધુ  દરકાર કરવામાં આવતી નથી. એ સિવાય વિદ્યાર્થીઓનું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરીક્ષણ પણ જવલ્લે જ થતું જોવા મળે છે. મિત્રવર્તુળમાં કે પારિવારિક ઉજવણીઓમાં પણ હવે તો મોટે ભાગે તૈયાર મળતો પેકેજ્ડ, રેડી ટૂ કૂક કે પછી હોટેલોમાંથી મંગાવાતો ખોરાક પીરસવાનું જ ચલણ વધતું જાય છે.

malnutrition overnutrition swatisjournal img4 - swati's Journal short story વાલીઓનાં સંપર્કમાં રહેતા બાળકો તેમનાં આચરણને જ અનુસરે છે, જે સહજ છે. રાત્રે મોડાં સુવું અને પરિણામે મોડાં ઊઠવું એ પોષકતત્વોની ખામી તરફ દોરી જાય છે. વાલીઓ આજકાલ સ્વ-કેન્દ્રી, કારકિર્દીલક્ષી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવાથી, એક જ કુટુંબમાં હોવાં છતાં બાળકનું, માતાનું, પિતાનું અલગ અલગ વર્તુળ હોય છે, જેમાં તેઓ એકબીજાની સાથે જીવતા હોય તેના કરતા વધુ સહજ બની જીવતાં જોવા મળે છે. આધુનિકતાનાં નામે દારૂ, ધુમ્રપાન, ચાવવાના તમાકુ ઉત્પાદનો વગેરે વ્યસનો રોજબરોજનાં જીવનનો ભાગ બનતા ચાલ્યા છે, જે ક્યારે મોટા થઇ રહેલા બાળકોની જીવનશૈલીનો ભાગ બની જાય છે તે ન તો માતા-પિતા કે ન તો બાળકો જાણી શકે છે. અને જયારે આ વાસ્તવિકતાનું ભાન થાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે!

malnutrition overnutrition swatisjournal img5 - swati's Journal short story બીજી એક ધ્યાન દોરવા લાયક બાબત એ છે કે, હજી પણ બાળકોનો માનસિક વિકાસ થાય તેવા વાંચન, કથન, પઠન અથવા તો બીજા કોઈ બાળકો સંબંધી સાહિત્યનો વપરાશ ઘણો જ ઓછો છે, જે તેનાં સર્વાંગી વિકાસને અવરોધે છે. બાળમાનસ અને વિકાસને લગતા વિદેશી રમકડાં કે અન્ય ગેમ્સ આપણે ત્યાં માતા-પિતા વસાવી તો લે છે પણ, બાળઉછેરને લગતી વિદેશી માતા-પિતા જેવી માનસિકતા કે એ મુજબની બાળકની કેળવણી કે પછી થોડું દૂરનું વિચારીએ તો એ પ્રકારની સમાજવ્યવસ્થા આપણે ત્યાં લાગૂ કરી શકાય તેમ છે કે કેમ એ ધ્યાનબહાર જતું રહે છે. ચડસા-ચડસીમાં પોતાનાં બાળકની જરૂરિયાત ખરેખર શું છે તેનું મૂલ્યાંકન કરવાનું બાજુ પર રહી જાય છે. જેની અસર આગળ જતા બાળકનાં સ્વભાવ પર પડતી દેખાય છે. કુપોષણ શબ્દને માત્ર ખોરાક સાથે સાંકળતા મિત્રોને વિષયાંતર થાય છે એમ લાગતું હોય તો, મારે ઉમેરવું પડે કે, અહીં ‘પોષણ’ શબ્દ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને પોષવાનાં સંદર્ભે વાપર્યો છે. ઉકેલ : કુટુંબની સમસ્યાઓનો ઉકેલ પણ કુટુંબમાં જ મળે. મહિલાઓમાં સ્વચ્છતા, શુદ્ધ – તાજો ખોરાક લેવા અંગેની જાગૃતિ, બાળઉછેર અંગે સતર્કતા વગેરે બાળકના સર્વાંગી વિકાસમાં મોટો ભાગ ભજવે છે.

malnutrition overnutrition swatisjournal img6 - swati's Journal short story જીમ કે પાર્ટીમાં જવા કરતા ખુલ્લી હવામાં બાળકો સાથે ફરવું કે રમવું, બાળકના ખોરાકનો ચોક્કસ સમય તથા પ્રમાણ (એ પણ ખુબ જરૂરી છે.) વગેરે પર દેખરેખ રાખવી જરૂરી છે. અહીં આશય કોઈનાં જીમ કે પાર્ટીમાં જવા સામેનો વિરોધ નથી પરંતુ, આપણા વ્યસ્ત જીવનમાં જે સમય બચે છે તેમાં કઈ વાતને વધુ પ્રાથમિકતા આપી શકાય તેનું સુચન માત્ર છે. વાલીઓ સમયનું વ્યવસ્થિત આયોજન કરી શકતા હોય તો એમણે પોતાનાં સ્વાસ્થ્ય કે આનંદપ્રમોદ સંબંધી પ્રવૃત્તિઓ સાથે સંકળાવું જ જોઈએ પરંતુ, બાળકનાં ભોગે નહીં! એ સિવાય, વધુ પડતા બોજયુક્ત પ્રાથમિક શિક્ષણને બદલે બાળક રમતાં-રમતાં ભણે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે તેવી પ્રવૃત્તિઓ વાલીએ સાથે રહીને કરવી જોઈએ. બેઠાડું જીવન, ઠંડા પીણાં તેમજ કૃત્રિમ ખોરાકથી બાળકોને દૂર રાખવાથી મેદસ્વીતાની સમસ્યામાં ઘટાડો થઇ શકે છે.

malnutrition overnutrition swatisjournal img7 - swati's Journal short story આ વર્ગનાં કુટુંબો પુરતું અર્થોપાર્જન કરે છે જે સામાન્ય છે. વળી, કુટુંબ નાના હોવાથી તેઓ બાળકોને સમયસર તેમજ પૂરતી તબીબી સારવાર આપી શકવા સક્ષમ હોય છે. સવાલ માત્ર છે માનસિકતાનો! કેળવણી બાબતે કોઈનું એ આંધળું અનુકરણ ન થાય, સારી ટેવોને પ્રોત્સાહન અપાય, દિનચર્યામાં નિયમિતતા તેમજ ખાવા-પીવા, સુવા-રમવા બાબતે અનુસાશન જળવાય તો, કુપોષણની સમસ્યા જ ન રહે!

આભાર!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 4 Comments
    1. આધુનિક યુગની આપણી આ સામ્પ્રત સમસ્યાનું યોગ્ય મૂલ્યાંકન, અર્થઘટન આ લેખમાં થયું છે.અભિનંદન.

    2. સમાજનાં દરેક વર્ગને આવરી લેતો સુંદર માર્ગદર્શક લેખ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન.
      એક વાલી, માતા અને સ્ત્રી તરીકે મને પણ ઘણું શીખવતો અને પોષતો લેખ.. ??

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal